-
પ્રેરિતોનાં કાર્યો ૬:૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ હવે સ્તેફન ઈશ્વરની કૃપા અને શક્તિથી ભરપૂર હતો. તે લોકો વચ્ચે ચમત્કારો અને અદ્ભુત કામો કરતો હતો.
-
-
પ્રેરિતોનાં કાર્યો ૧૫:૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ એ સાંભળીને આખું ટોળું શાંત થઈ ગયું. પછી બાર્નાબાસ અને પાઉલે જણાવ્યું કે તેઓ દ્વારા બીજી પ્રજાના લોકોમાં ઈશ્વરે કેવાં ચમત્કારો અને અદ્ભુત કામો કર્યાં હતાં. ટોળાંએ ધ્યાન દઈને તેઓનું સાંભળ્યું.
-
-
રોમનો ૧૫:૧૮, ૧૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ હું એ કામો વિશે નહિ બોલું જે મેં કર્યાં છે. હું એ કામો વિશે બોલીશ, જે ખ્રિસ્તે મારા દ્વારા કર્યાં છે. પ્રજાઓ તેમને આધીન થાય એ માટે તેમણે મારા દ્વારા જે જાહેર કર્યું છે એ વિશે હું બોલીશ. ૧૯ ઈશ્વરની શક્તિથી જે મોટા ચમત્કારો અને અદ્ભુત કામો કરવામાં આવ્યાં+ એના લીધે એ પ્રજાઓ આધીન થઈ છે. આમ, યરૂશાલેમથી લઈને છેક ઈલુરીકમ સુધી મેં ખ્રિસ્ત વિશેની ખુશખબર પૂરી રીતે જાહેર કરી છે.+
-