-
ઉત્પત્તિ ૪૧:૪૦-૪૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪૦ તું મારા ઘરનો અધિકારી બનશે અને મારા લોકો તારા કહ્યા પ્રમાણે જ બધું કરશે.+ ફક્ત આ રાજગાદીને લીધે હું તારા કરતાં મોટો હોઈશ.” ૪૧ પછી રાજાએ યૂસફને કહ્યું: “હું તને આખા ઇજિપ્ત દેશ પર અધિકારી ઠરાવું છું.”+ ૪૨ પછી રાજાએ પોતાના હાથ પરથી વીંટી* કાઢીને યૂસફને પહેરાવી. તેને બારીક શણનાં કીમતી કપડાં પહેરાવ્યાં અને તેના ગળામાં સોનાનો હાર પહેરાવ્યો. ૪૩ રાજાએ પોતાના બીજા રાજવી રથ પર યૂસફને સવારી કરાવી. યૂસફનો જયજયકાર કરતા લોકો કહેતા, “અવરેખ!”* આમ રાજાએ યૂસફને આખા ઇજિપ્ત પર અધિકારી ઠરાવ્યો.
૪૪ રાજાએ યૂસફને કહ્યું: “હું રાજા છું, પણ તારી મંજૂરી વગર ઇજિપ્તનો કોઈ પણ માણસ કશું કરી નહિ શકે.”*+ ૪૫ પછી રાજાએ યૂસફનું નામ સાફનાથ-પાનેઆહ* પાડ્યું. તેને ઓન* શહેરના યાજક, પોટીફેરાની દીકરી આસનાથ સાથે પરણાવ્યો.+ યૂસફ આખા ઇજિપ્ત દેશની દેખરેખ કરવા* લાગ્યો.+ ૪૬ યૂસફ ઇજિપ્તના રાજા ફારુન* આગળ ઊભો રહ્યો* ત્યારે તે ૩૦ વર્ષનો હતો.+
તે રાજા પાસેથી નીકળ્યો અને આખા ઇજિપ્ત દેશમાં ફરીને એની તપાસ કરી.
-