વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • લેવીય ૧૧:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ “‘પણ તમે આ પ્રાણીઓ ન ખાઓ, જે ફક્ત વાગોળે છે અથવા જેની ફક્ત ખરી ફાટેલી છે: ઊંટ, કેમ કે એ વાગોળે છે, પણ એની ખરી ફાટેલી નથી. એ તમારા માટે અશુદ્ધ છે.+

  • લેવીય ૧૧:૧૩-૨૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ “‘આકાશમાં ઊડતાં આ પક્ષીઓ તમારા માટે અશુદ્ધ છે; તમે તેઓનું માંસ ન ખાઓ, કેમ કે એ અશુદ્ધ છે: ગરુડ,+ દરિયાઈ બાજ, કાળું ગીધ,+ ૧૪ લાલ સમડી, દરેક જાતની કાળી સમડી, ૧૫ દરેક જાતના કાગડા, ૧૬ શાહમૃગ, ઘુવડ, દરિયાઈ ધૂમડો,* દરેક જાતના શકરા, ૧૭ ચીબરી, જળકૂકડી, લાંબા કાનવાળું ઘુવડ, ૧૮ હંસ, પેણ,* ગીધ, ૧૯ સારસ, દરેક પ્રકારના બગલા, હુદહુદ* અને ચામાચીડિયું. ૨૦ પાંખવાળું એવું દરેક જીવજંતુ તમારા માટે અશુદ્ધ છે, જે ઝુંડમાં રહે છે અને ચાર પગે ચાલે છે.

  • લેવીય ૨૦:૨૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૫ તમે શુદ્ધ અને અશુદ્ધ પ્રાણી વચ્ચે તથા શુદ્ધ અને અશુદ્ધ પક્ષી વચ્ચે ફરક રાખો.+ જેને મેં અશુદ્ધ ઠરાવ્યું છે એવું કોઈ પણ પ્રાણી કે પક્ષી કે પેટે ચાલનાર પ્રાણી ખાઈને પોતાને ધિક્કારને લાયક ન બનાવો.+

  • પુનર્નિયમ ૧૪:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩ “તમે એવું કંઈ પણ ન ખાઓ જેને ઈશ્વર ધિક્કારે છે.+

  • પુનર્નિયમ ૧૪:૧૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ ઝુંડમાં રહેતા પાંખવાળાં બધાં જીવજંતુઓ* તમારા માટે અશુદ્ધ છે. એ તમે ન ખાઓ.

  • હઝકિયેલ ૪:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ મેં કહ્યું: “હે વિશ્વના માલિક યહોવા, એવું ન થવા દેતા. નાનપણથી આજ સુધી મેં મરેલા કે ફાડી ખાધેલા જાનવરનું માંસ ખાધું નથી અને હું ખોરાકને લીધે અશુદ્ધ થયો નથી.+ મારા મોંમાં અશુદ્ધ માંસ ક્યારેય ગયું નથી.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો