૩૮ “તેથી ભાઈઓ, હું જાહેર કરું છું કે તેમના દ્વારા ઈશ્વર તમારાં પાપો માફ કરશે.+૩૯ તમે જાણો છો કે મૂસાના નિયમશાસ્ત્રથી* તમે સર્વ વાતોમાં નિર્દોષ ઠરી શકતા નથી,+ પણ શ્રદ્ધા મૂકનાર દરેક માણસને ઈસુ દ્વારા સર્વ વાતોમાં નિર્દોષ ઠરાવવામાં આવે છે.+
૮ તમારામાં શ્રદ્ધા છે એટલે અપાર કૃપાથી તમને બચાવવામાં આવ્યા છે.+ એવું તમારાં કાર્યોથી નથી થયું, એ તો ઈશ્વરની ભેટ છે. ૯ તમારો બચાવ કાર્યોથી નથી થયો,+ એટલે કોઈની પાસે બડાઈ મારવાનું કારણ નથી.