૧૧ શ્રદ્ધાને લીધે જ સારાહે પોતાની ઉંમર વીતી ગઈ હોવા છતાં,+ ગર્ભવતી થવાની શક્તિ મેળવી, કેમ કે વચન આપનારને તે ભરોસાપાત્ર ગણતી હતી. ૧૨ આ કારણે, એક માણસ જે મરેલા બરાબર હતો,+ તેને આકાશના તારાઓ જેટલાં અસંખ્ય અને સમુદ્ર કાંઠાની રેતી જેટલાં અગણિત બાળકો થયાં.+