૧૦ પણ જ્યારે કોઈ તમને આમંત્રણ આપે ત્યારે જાઓ અને સૌથી નીચી જગ્યા પર બેસો. એટલે જેણે તમને બોલાવ્યા હોય તે આવીને તમને કહેશે, ‘મિત્ર, ઊંચી જગ્યા પર બેસ.’ આમ બધા મહેમાનો સામે તમને માન મળશે.+
૨૪ તેઓ વચ્ચે ગરમાગરમ ચર્ચા પણ થઈ કે તેઓમાં સૌથી મોટું કોણ ગણાય.+૨૫ ઈસુએ તેઓને કહ્યું: “દુનિયાના રાજાઓ પ્રજા પર હુકમ ચલાવે છે. પ્રજા પર જેઓ અધિકાર ચલાવે છે તેઓ દાતા કહેવાય છે.+૨૬ પણ તમારે એવા ન થવું.+ તમારામાં જે કોઈ સૌથી મોટો હોય તે સૌથી નાના જેવો બને.+ જે આગેવાની લેતો હોય તે સેવક જેવો બને.