૨ મને ત્યાં જવાનું જણાવવામાં આવ્યું હતું. એટલે હું ત્યાં ગયો અને ભાઈઓને જણાવ્યું કે હું બીજી પ્રજાઓને કઈ ખુશખબર જાહેર કરું છું. પણ એ વાત મેં આગેવાની લેતા ભાઈઓને ખાનગીમાં જણાવી. કેમ કે હું ખાતરી કરવા માંગતો હતો કે મારું સેવાકાર્ય બરાબર છે કે નહિ. જો એમ ન હોય, તો મારી મહેનત નકામી છે.