-
પ્રેરિતોનાં કાર્યો ૧૮:૨૬-૨૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૬ તે સભાસ્થાનમાં હિંમતથી બોલવા લાગ્યો. પ્રિસ્કિલા અને આકુલાએ+ તેને સાંભળ્યો ત્યારે, તેઓ તેને પોતાની સાથે લઈ ગયા. તેઓએ તેને ઈશ્વરના માર્ગ વિશે વધારે ચોકસાઈથી સમજાવ્યું. ૨૭ તે પેલે પાર અખાયા જવા માંગતો હતો. એટલે ભાઈઓએ ત્યાંના શિષ્યોને પત્ર લખીને વિનંતી કરી કે પ્રેમથી તેનો આવકાર કરે. તે ત્યાં પહોંચ્યો ત્યારે, જેઓએ ઈશ્વરની અપાર કૃપાથી શ્રદ્ધા મૂકી હતી, તેઓને તેણે ઘણી મદદ કરી. ૨૮ ઈસુ એ જ ખ્રિસ્ત છે,+ એમ શાસ્ત્રવચનોમાંથી બતાવીને તેણે જાહેરમાં પૂરા જોશથી યહૂદીઓને તદ્દન ખોટા સાબિત કર્યા.
-