-
લૂક ૧૮:૧૦-૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ “બે માણસો મંદિરમાં પ્રાર્થના કરવા ગયા. એક ફરોશી હતો અને બીજો કર ઉઘરાવનાર. ૧૧ ફરોશી ઊભો રહીને મનમાં પ્રાર્થના કરવા લાગ્યો: ‘હે ઈશ્વર, હું તમારો આભાર માનું છું કે હું બીજા બધા જેવો નથી. હું જુલમથી પૈસા પડાવનાર, બેઈમાન કે વ્યભિચારી નથી. હું પેલા કર ઉઘરાવનાર જેવો પણ નથી. ૧૨ હું અઠવાડિયામાં બે વાર ઉપવાસ કરું છું. મને જે મળે છે એ બધી વસ્તુઓનો દસમો ભાગ આપું છું.’+ ૧૩ પણ કર ઉઘરાવનાર દૂર ઊભો હતો. તે આકાશ તરફ નજર ઊંચી કરવા પણ તૈયાર ન હતો. તે છાતી કૂટીને કહેતો હતો: ‘હે ઈશ્વર, મારા જેવા પાપી પર કૃપા* કરો.’+ ૧૪ હું તમને જણાવું છું, આ માણસ પેલા ફરોશી કરતાં વધારે નેક સાબિત થઈને પોતાના ઘરે ગયો.+ જે કોઈ પોતાને ઊંચો કરશે તે નીચો કરાશે અને જે કોઈ પોતાને નીચો કરશે તે ઊંચો કરાશે.”+
-