૩ ખરેખર, તેમણે પાપીઓનાં કડવા વેણ સહન કર્યાં,+ જેનાથી એ પાપીઓને જ નુકસાન થતું હતું. તમે પણ ઈસુ પર પૂરું ધ્યાન આપો, જેથી તમે થાકી ન જાઓ અને હિંમત ન હારો.+
૧૦ તારા પર જે આવી પડવાનું છે એનાથી ગભરાઈશ નહિ.+ તમારામાંથી અમુકને શેતાન* કેદમાં નાખશે, જેથી તમારી પૂરેપૂરી કસોટી થાય. તમારા પર દસ દિવસ સંકટ આવશે. તારે મરવું પડે તોપણ પોતાને વિશ્વાસુ સાબિત કર અને હું તને જીવનનું ઇનામ* આપીશ.+