૩૫ મેં બધી રીતે તમને બતાવ્યું છે કે તમારે મહેનત કરીને+ લાચાર લોકોને મદદ કરવી જોઈએ. તમારે માલિક ઈસુએ કહેલા આ શબ્દો પણ યાદ રાખવા જોઈએ: ‘લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.’”+
૧૧ અમે તમને શીખવ્યું છે તેમ, તમે શાંતિથી જીવો,+ બીજાઓના કામમાં માથું ન મારો+ અને જાતમહેનત કરો.+ એમ કરવા પૂરો પ્રયત્ન કરો,*૧૨ જેથી લોકોની* નજરમાં તમારું જીવન આદરને યોગ્ય ગણાય+ અને તમને કશાની ખોટ ન પડે.