૧૨ રાત ઘણી વીતી ચૂકી છે, દિવસ થવાની તૈયારીમાં છે. તેથી આપણે અંધકારનાં કામો ત્યજી દઈએ+ અને પ્રકાશનાં હથિયારો સજી લઈએ.+ ૧૩ જેમ દિવસે બધાના દેખતાં લોકો વર્તે છે, તેમ ચાલો આપણે સારી રીતે વર્તીએ.+ આપણે બેફામ મિજબાનીઓ ન કરીએ, દારૂડિયા ન બનીએ, વ્યભિચાર અને બેશરમ કામો ન કરીએ,+ ઝઘડા અને ઈર્ષા ન કરીએ.+