રોમનોને પત્ર
૧૩ આપણે ઉચ્ચ અધિકારીઓને* આધીન રહેવું જોઈએ,+ કેમ કે ઈશ્વર તરફથી ન હોય એવો કોઈ અધિકાર નથી.+ હમણાંના અધિકારીઓને ઈશ્વરે તેઓના સ્થાને મૂક્યા છે.+ ૨ જો આપણે તેઓની સત્તાનો વિરોધ કરીએ, તો ઈશ્વરની ગોઠવણ સામે થઈએ છીએ. જેઓ આ ગોઠવણનો વિરોધ કરે છે, તેઓને સજા થશે.* ૩ જેઓ સારું કરે છે તેઓને અધિકારીઓનો ડર હોતો નથી, પણ જેઓ ખરાબ કરે છે તેઓને ડર હોય છે.+ તારે અધિકારીઓથી ડરવાની જરૂર નથી. જો તું સારું કરીશ,+ તો તેઓ તારા વખાણ કરશે. ૪ તેઓ ઈશ્વરના સેવકો છે અને તારા ભલા માટે એ પદવી પર છે. જો તું ખોટું કરતો હોય, તો તેઓનો ડર રાખ. કેમ કે ખોટું કરનારને સજા કરવા તેઓને સત્તા* આપવામાં આવી છે. તેઓ ઈશ્વરના સેવકો છે અને ખોટું કરનારને સજા કરે છે.
૫ એટલે તમારે તેઓને આધીન રહેવું જોઈએ. ફક્ત સજાના* ડરને લીધે નહિ, પણ તમારાં અંતઃકરણને લીધે આધીન રહેવું જોઈએ.+ ૬ એ જ કારણે તમે કરવેરા ભરો છો. તેઓ ઈશ્વરે નીમેલા જનસેવકો છે અને એ કામમાં મંડ્યા રહે છે. ૭ એ સર્વને તેઓનો હક આપો: જે કર માંગે, તેને કર આપો.+ જે વેરો* માંગે, તેને વેરો આપો. જેનો ડર રાખવો જોઈએ, તેનો ડર રાખો.+ જેને માન આપવું જોઈએ, તેને માન આપો.+
૮ એકબીજાને પ્રેમ કરવા સિવાય, બીજું કોઈ દેવું ન કરો.+ જે બીજાને પ્રેમ કરે છે, તેણે આખું નિયમશાસ્ત્ર પાળ્યું છે.+ ૯ કેમ કે નિયમશાસ્ત્ર કહે છે: “તમે વ્યભિચાર ન કરો.+ તમે ખૂન ન કરો.+ તમે ચોરી ન કરો.+ તમે લોભ ન કરો.”+ આ અને નિયમશાસ્ત્રની બીજી બધી આજ્ઞાઓનો સાર આ શબ્દોમાં રહેલો છે: “તમે જેવો પોતાના પર એવો પોતાના પડોશી* પર પ્રેમ રાખો.”+ ૧૦ પ્રેમ પોતાના પડોશીનું કંઈ ખરાબ કરતો નથી.+ તેથી જે બીજાઓને પ્રેમ કરે છે, તે જાણે આખું નિયમશાસ્ત્ર પાળે છે.*+
૧૧ તમે એ બધું કરો, કેમ કે તમે જાણો છો કે ઊંઘમાંથી ઊઠવાનો સમય આવી ગયો છે.+ આપણે ઈસુમાં શ્રદ્ધા મૂકી એ સમય કરતાં હમણાં આપણો ઉદ્ધાર ઘણો નજીક આવી ગયો છે. ૧૨ રાત ઘણી વીતી ચૂકી છે, દિવસ થવાની તૈયારીમાં છે. તેથી આપણે અંધકારનાં કામો ત્યજી દઈએ+ અને પ્રકાશનાં હથિયારો સજી લઈએ.+ ૧૩ જેમ દિવસે બધાના દેખતાં લોકો વર્તે છે, તેમ ચાલો આપણે સારી રીતે વર્તીએ.+ આપણે બેફામ મિજબાનીઓ* ન કરીએ, દારૂડિયા ન બનીએ, વ્યભિચાર અને બેશરમ કામો* ન કરીએ,+ ઝઘડા અને ઈર્ષા ન કરીએ.+ ૧૪ પણ આપણે માલિક ઈસુ ખ્રિસ્તના પગલે ચાલીએ*+ અને પાપી ઇચ્છાઓ સંતોષવા યોજનાઓ ન ઘડીએ.+