૧૪ એટલે, જો આપણને ખાતરી હોય કે ઈસુ મરી ગયા અને ફરી જીવતા થયા,+ તો આપણે એ પણ ખાતરી રાખી શકીએ કે જેઓ ઈસુને વફાદાર રહીને મરણની ઊંઘમાં સરી ગયા છે, તેઓને ઈસુ દ્વારા ઈશ્વર ઉઠાડશે.+
૮ મારા માટે સત્યનો મુગટ રાખી મૂકવામાં આવ્યો છે.+ ન્યાયના દિવસે માલિક ઈસુ, જે સાચા ન્યાયાધીશ છે,+ તે મને ઇનામમાં એ મુગટ આપશે.+ એ ઇનામ તે ફક્ત મને જ નહિ, તેમના પ્રગટ થવાની આતુરતાથી રાહ જોનારા બધાને પણ આપશે.
૧૩ મેં સ્વર્ગમાંથી એક અવાજ સાંભળ્યો, “આમ લખ: હવેથી જેઓ માલિકને લીધે મોતને ભેટે છે+ તેઓ સુખી છે. પવિત્ર શક્તિ કહે છે કે તેઓની સખત મહેનત પછી તેઓને આરામ કરવા દો. ઈશ્વર તેઓનાં બધાં સારાં કામો યાદ રાખે છે.”