૨૫ હવે હરીફાઈમાં ભાગ લેનાર દરેક માણસ* બધી બાબતોમાં સંયમ રાખે છે. તેઓ નાશ થનાર મુગટ મેળવવા માટે એમ કરે છે,+ પણ આપણે તો નાશ ન થનાર મુગટ માટે એમ કરીએ છીએ.+
૧૨ જે માણસ કસોટીમાં ટકી રહે છે તે સુખી છે,+ કેમ કે તે ઈશ્વરની નજરમાં ખરો સાબિત થશે એ પછી, તેને જીવનનો મુગટ મળશે.+ યહોવાએ* આ વચન એવા લોકોને આપ્યું છે, જેઓ હંમેશાં તેમને પ્રેમ કરે છે.+