રોમનો ૧૨:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ ભાઈઓની જેમ એકબીજાને પ્રેમ અને હૂંફ બતાવો. એકબીજાને માન આપવામાં પહેલ કરો.+ ફિલિપીઓ ૨:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ અદેખાઈને લીધે*+ કે અભિમાનને લીધે કંઈ ન કરો,+ પણ નમ્ર બનો અને બીજાઓને તમારા કરતાં ચઢિયાતા ગણો.*+ હિબ્રૂઓ ૧૩:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ જેઓ તમારામાં આગેવાની લે છે,+ તેઓનું કહેવું માનો અને તેઓને આધીન રહો.+ કેમ કે તેઓ તમારી સંભાળ રાખે છે અને તેઓએ ઈશ્વરને હિસાબ આપવાનો છે.+ જો તમે તેઓને આધીન રહેશો, તો તેઓ ખુશી ખુશી કામ કરશે, નહિતર તેઓ કમને કામ કરશે અને તમને જ નુકસાન થશે.
૧૭ જેઓ તમારામાં આગેવાની લે છે,+ તેઓનું કહેવું માનો અને તેઓને આધીન રહો.+ કેમ કે તેઓ તમારી સંભાળ રાખે છે અને તેઓએ ઈશ્વરને હિસાબ આપવાનો છે.+ જો તમે તેઓને આધીન રહેશો, તો તેઓ ખુશી ખુશી કામ કરશે, નહિતર તેઓ કમને કામ કરશે અને તમને જ નુકસાન થશે.