૧૩ પણ ઈરાનના સામ્રાજ્યના આગેવાને+ ૨૧ દિવસ સુધી મારો વિરોધ કર્યો. પછી મુખ્ય આગેવાનોમાંથી એક,* એટલે કે મિખાયેલ*+ મારી મદદે આવ્યો અને હું ત્યાં ઈરાનના રાજાઓ સાથે હતો.
૧૨“એ સમય દરમિયાન મુખ્ય આગેવાન+ મિખાયેલ*+ ઊભો થશે, જે તારા લોકો* વતી ઊભો છે. સૌથી પહેલી પ્રજા ઉત્પન્ન થઈ ત્યારથી લઈને એ સમય સુધીમાં કદી આવ્યો ન હોય એવો આફતનો સમય આવશે. તારા લોકોમાંથી જેઓનાં નામ પુસ્તકમાં લખેલાં છે,+ તેઓ એ સમય દરમિયાન બચી જશે.+
૯ જ્યારે પ્રમુખ દૂત*+ મિખાયેલ+ અને શેતાન* વચ્ચે મૂસાના શબ વિશે મતભેદ અને વિવાદ ઊભો થયો,+ ત્યારે મિખાયેલે શેતાનને ધમકાવીને તેને દોષિત ઠરાવવાની હિંમત કરી નહિ.+ પણ તેણે એટલું જ કહ્યું, “યહોવા* તને ધમકાવે.”+