નિર્ગમન
૨૫ પછી યહોવાએ મૂસાને કહ્યું:૨ “ઇઝરાયેલના લોકોને કહે કે તેઓ મારા માટે દાન ભેગું કરે. જે વ્યક્તિ દિલથી આપવા માંગતી હોય, તેની પાસેથી તું મારા માટે દાન લે.+ ૩ તેઓ પાસેથી તું આ દાન લે: સોનું,+ ચાંદી,+ તાંબું,+ ૪ ભૂરી દોરી, જાંબુડિયા રંગનું ઊન,* લાલ દોરી,* બારીક શણ, બકરાના વાળ, ૫ નર ઘેટાનું લાલ રંગથી રંગેલું ચામડું, સીલ માછલીનું ચામડું, બાવળનું લાકડું,+ ૬ દીવા માટે તેલ,+ અભિષેક* કરવાના તેલ માટે સુગંધી દ્રવ્ય*+ અને સુગંધી ધૂપ* માટે સુગંધી દ્રવ્ય+ ૭ તેમજ એફોદ*+ અને છાતીએ પહેરવાના ઉરપત્ર*+ પર જડવા માટે ગોમેદ* અને બીજા કીમતી પથ્થરો. ૮ લોકો મારા માટે પવિત્ર જગ્યા* બનાવે અને હું તેઓની વચ્ચે રહીશ.+ ૯ હું તને જે નમૂનો બતાવું એ પ્રમાણે જ તું મંડપ* અને એની સાધન-સામગ્રી બનાવ.+
૧૦ “તું બાવળના લાકડાનો એક કોશ* બનાવ. એ અઢી હાથ* લાંબો, દોઢ હાથ પહોળો અને દોઢ હાથ ઊંચો હોય.+ ૧૧ તું એને અંદરથી અને બહારથી ચોખ્ખા સોનાથી મઢ.+ એની ફરતે સોનાની કિનારી બનાવ.+ ૧૨ તું સોનાનાં ચાર કડાં બનાવ અને એને કોશના ચાર પાયા પર લગાવ. એક બાજુએ બે કડાં અને બીજી બાજુએ બે કડાં. ૧૩ તું બાવળના લાકડાના દાંડા બનાવ અને એને સોનાથી મઢ.+ ૧૪ એ દાંડાને કોશની બંને બાજુનાં કડાંમાં નાખ, જેથી કોશ એના દ્વારા ઊંચકી શકાય. ૧૫ એ દાંડાને કોશનાં કડાંમાં જ રાખવા, ત્યાંથી બહાર ન કાઢવા.+ ૧૬ હું તને જે સાક્ષીલેખ* આપીશ, એ તું કોશમાં મૂકજે.+
૧૭ “તું ચોખ્ખા સોનાનું એક ઢાંકણ* બનાવ. એ અઢી હાથ લાંબું અને દોઢ હાથ પહોળું હોય.+ ૧૮ એ ઢાંકણના બંને છેડા પર સોનાના બે કરૂબો* બનાવ. સોનાને હથોડીથી ટીપીને એ કરૂબો બનાવ.+ ૧૯ ઢાંકણને એક છેડે એક કરૂબ અને બીજે છેડે બીજો, એમ બે કરૂબો બનાવ. ૨૦ કરૂબોની બંને પાંખો ઉપર તરફ ફેલાયેલી હોય, જેથી ઢાંકણ એનાથી ઢંકાઈ જાય.+ તેઓનાં મોં એકબીજાની સામે હોય અને ઢાંકણ તરફ નીચે નમેલાં હોય. ૨૧ હું તને આપું એ સાક્ષીલેખ કોશમાં મૂક અને કોશને ઢાંકણથી ઢાંકી દે.+ ૨૨ હું કોશના ઢાંકણ ઉપર તારી આગળ પ્રગટ થઈશ અને ત્યાંથી જ તારી સાથે વાત કરીશ.+ સાક્ષીકોશની ઉપરના બે કરૂબો વચ્ચેથી હું તને ઇઝરાયેલીઓ માટે આજ્ઞાઓ આપીશ.
૨૩ “તું બાવળના લાકડાની એક મેજ પણ બનાવ.+ એ બે હાથ લાંબી, એક હાથ પહોળી અને દોઢ હાથ ઊંચી હોય.+ ૨૪ તું એને ચોખ્ખા સોનાથી મઢ અને એની ફરતે સોનાની કિનારી બનાવ. ૨૫ મેજની ફરતે ચાર આંગળ* પહોળાઈની પટ્ટી બનાવ અને એ પટ્ટીને ફરતે સોનાની કિનારી બનાવ. ૨૬ તું સોનાનાં ચાર કડાં બનાવ અને એને ચાર પાયાના ચાર ખૂણામાં લગાવ. ૨૭ એ કડાં પટ્ટીની નજીક હોય, જેથી મેજ ઊંચકવાના દાંડા એમાં પરોવી શકાય. ૨૮ મેજ ઊંચકવા તું બાવળના લાકડાના દાંડા બનાવ અને એને સોનાથી મઢ.
૨૯ “તું મેજ માટે થાળીઓ અને પ્યાલા બનાવ. તેમ જ, દ્રાક્ષદારૂ-અર્પણો* માટે કુંજા અને વાટકા બનાવ. એ બધું તું ચોખ્ખા સોનાનું બનાવ.+ ૩૦ અર્પણની રોટલી* તું મેજ પર હંમેશાં મારી સામે મૂકી રાખ.+
૩૧ “તું ચોખ્ખા સોનાની દીવી બનાવ.+ એની બેઠક, એની દાંડી, એની ડાળીઓ, એનાં ફૂલો,* એની કળીઓ અને એની પાંખડીઓ સોનાના એક જ મોટા ટુકડામાંથી હથોડીથી ટીપીને બનાવ.+ ૩૨ દીવીની દાંડીમાંથી છ ડાળીઓ નીકળે. ત્રણ ડાળી એક બાજુ અને ત્રણ બીજી બાજુ. ૩૩ દાંડીની બંને બાજુની દરેક ડાળી પર બદામનાં ફૂલો જેવાં ત્રણ ફૂલો હોય. દરેક ફૂલ પછી એક કળી અને પાંખડીઓ હોય. દીવીની છએ છ ડાળીઓ એકસરખી જ હોય. ૩૪ દીવીની દાંડી પર બદામનાં ફૂલો જેવાં ચાર ફૂલો હોય. દરેક ફૂલ પછી એક કળી અને પાંખડીઓ હોય. ૩૫ દાંડીમાંથી નીકળતી ડાળીઓની પહેલી જોડ નીચે એક કળી હોય. પછી બીજી અને ત્રીજી જોડ નીચે પણ એક એક કળી હોય. આ રીતે, દાંડીમાંથી છએ છ ડાળીઓ નીકળે. ૩૬ કળીઓ, ડાળીઓ અને આખી દીવી સોનાના એક જ ટુકડામાંથી હથોડીથી ટીપીને બનાવ.+ ૩૭ દીવી પર મૂકવા તું સાત દીવા* બનાવ. એને સળગાવવામાં આવશે ત્યારે, સામેની જગ્યાએ પ્રકાશ ફેલાઈ જશે.+ ૩૮ એના ચીપિયા* અને એનાં અગ્નિપાત્રો* ચોખ્ખા સોનાનાં હોય.+ ૩૯ દીવી અને એનાં વાસણો એક તાલંત* ચોખ્ખા સોનામાંથી બનાવવામાં આવે. ૪૦ ધ્યાન રાખજે, મેં તને પર્વત પર જે નમૂનો બતાવ્યો એ પ્રમાણે જ તું બધું બનાવ.+