યશાયા
૯ હવે દેશ પર પહેલાંના જેવો અંધકાર છવાશે નહિ કે મુસીબતો રહેશે નહિ. અગાઉના સમયમાં ઝબુલોન અને નફતાલીના વિસ્તારોએ ઘણો તિરસ્કાર સહન કર્યો હતો.+ પણ સમય જતાં ઈશ્વર બીજી પ્રજાઓના ગાલીલને માનને યોગ્ય બનાવશે, જે સમુદ્રના માર્ગે આવેલા યર્દનના વિસ્તારમાં છે.
૨ અંધકારમાં ચાલનારા લોકોએ
મોટો પ્રકાશ જોયો છે.
અંધકારના દેશમાં રહેનારા લોકો પર
પ્રકાશ ઝળહળી ઊઠ્યો છે.+
૩ તમે પ્રજાની વસ્તી ઘણી વધારી છે.
તમે તેઓના આનંદમાં વધારો કર્યો છે.
જેમ કાપણી વખતે લોકો ખુશી મનાવે
અને લૂંટ વહેંચતી વખતે રાજી થાય,
તેમ તમારી આગળ તેઓની ખુશીનો કોઈ પાર નથી.
૪ મિદ્યાનના દિવસોમાં કર્યું હતું તેમ,+
તમે તેઓની ભારે ઝૂંસરી,* તેઓના ખભા પરની લાઠી
અને તેઓના જુલમીઓની લાકડીના ટુકડે-ટુકડા કરી નાખ્યા છે.
૬ આપણા માટે બાળકનો જન્મ થયો છે.+
આપણને દીકરો આપવામાં આવ્યો છે.
તેના ખભા પર રાજ કરવાની સત્તા* રહેશે.+
તેને બુદ્ધિશાળી સલાહકાર,+ શક્તિશાળી ઈશ્વર,+ સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર નામ આપવામાં આવશે.
૭ તે દાઉદની રાજગાદી પર બેસશે,+ તેનું રાજ્ય કાયમ ટકશે.
સૈન્યોના ઈશ્વર યહોવા પોતાના દિલની તમન્નાને* લીધે એમ કરશે.
૯ બધા લોકો એ જાણશે,
અરે, એફ્રાઈમ અને સમરૂનના લોકો પણ એ જાણશે.
તેઓ ઘમંડી બનીને આવી બડાઈ હાંકે છે:
અંજીરનાં ઝાડ* કપાઈ ગયાં તો શું થયું,
એની જગ્યાએ અમે દેવદાર રોપીશું.”
૧૧ રસીન રાજા વિરુદ્ધ યહોવા દુશ્મનો ઊભા કરશે,
તેના દુશ્મનોને તે ઉશ્કેરશે.
૧૨ પૂર્વથી સિરિયા અને પશ્ચિમથી પલિસ્તીઓ ચઢી આવશે.+
તેઓ મોઢું ખોલીને ઇઝરાયેલને ગળી જશે.+
આ બધાને લીધે ઈશ્વરનો ગુસ્સો ઠંડો પડ્યો નથી.
તેઓને મારવા તેમનો હાથ ઉગામેલો છે.+
૧૩ કેમ કે લોકો પોતાને મારનારની તરફ પાછા ફર્યા નથી.
તેઓએ સૈન્યોના ઈશ્વર યહોવાની મદદ માંગી નથી.+
૧૬ માર્ગદર્શન આપનારા તેઓને ખોટે રસ્તે ચઢાવે છે,
તેઓનું કહેવું માનનારા લોકો મૂંઝાઈ જાય છે.
આ બધાને લીધે ઈશ્વરનો ગુસ્સો ઠંડો પડ્યો નથી.
તેઓને મારવા તેમનો હાથ ઉગામેલો છે.+
૧૮ દુષ્ટતા આગની જેમ ભડકે બળે છે,
જે ઝાડી-ઝાંખરાં અને જંગલી છોડને ભસ્મ કરી નાખે છે.
જંગલની ગીચ ઝાડીને એ આગ લગાડે છે
અને ધુમાડાના ગોટેગોટા ઉપર ચઢે છે.
૧૯ સૈન્યોના ઈશ્વર યહોવાના કોપથી
આખો દેશ સળગી ઊઠ્યો છે.
લોકો આગનું બળતણ બની જશે.
અરે, કોઈ પોતાના ભાઈને પણ બાકી રાખશે નહિ.
૨૦ કોઈ પોતાની જમણી બાજુ કાપીને ખાશે,
તોપણ ભૂખ્યો રહેશે.
કોઈ પોતાની ડાબી બાજુ કાપીને ખાશે,
તોપણ ધરાશે નહિ.
દરેક પોતાના હાથ પરથી માંસ ખાશે.
૨૧ મનાશ્શા એફ્રાઈમને કોળિયો કરી જશે
અને એફ્રાઈમ મનાશ્શાને.
તેઓ બંને મળીને યહૂદાનો વિરોધ કરશે.+
આ બધાને લીધે ઈશ્વરનો ગુસ્સો ઠંડો પડ્યો નથી.
તેઓને મારવા તેમનો હાથ ઉગામેલો છે.+