નીતિવચનો
૨ તેણે માંસ કાપીને તૈયાર રાખ્યું છે,*
તેણે સ્વાદિષ્ટ* દ્રાક્ષદારૂ બનાવ્યો છે,
તેણે મેજ સજાવીને રાખી છે.
૪ “ઓ અણસમજુ* લોકો, અહીં અંદર આવો.”
તે અક્કલ વગરના લોકોને કહે છે:
૭ જે મશ્કરી કરનારને સુધારે છે, તેની ફજેતી થાય છે,+
જે દુષ્ટને ઠપકો આપે છે, તેનું પોતાનું જ નુકસાન થાય છે.
૮ મશ્કરી કરનારને ઠપકો આપીશ નહિ, નહિતર તે તને નફરત કરશે.+
બુદ્ધિમાનને ઠપકો આપ અને તે તને પ્રેમ કરશે.+
૯ બુદ્ધિમાનને સલાહ આપ અને તે વધારે બુદ્ધિમાન બનશે.+
નેક માણસને શીખવ અને તે શીખીને વધારે જ્ઞાની બનશે.
૧૨ જો તું બુદ્ધિમાન બનીશ, તો તારું ભલું થશે,
પણ જો તું મશ્કરી કરીશ, તો તારે જ એનું ફળ ભોગવવું પડશે.
૧૩ મૂર્ખ સ્ત્રી બોલકણી અને બેશરમ છે.+
તે અજ્ઞાન છે, તે કશું જાણતી નથી.
૧૫ તે આવતાં-જતાં લોકોને બોલાવે છે
અને પોતાના માર્ગે સીધા ચાલ્યા જતા લોકોને કહે છે:
૧૬ “ઓ અણસમજુ* લોકો, અહીં અંદર આવો.”
તે અક્કલ વગરના લોકોને કહે છે:+