આભાર-સ્તુતિનું ગીત.
૧૦૦ આખી પૃથ્વીના લોકો, યહોવા આગળ વિજયનો પોકાર કરો.+
૨ ખુશીથી યહોવાની ભક્તિ કરો.+
આનંદથી પોકાર કરતાં કરતાં તેમની આગળ આવો.
૩ યહોવા જ ઈશ્વર છે એ જાણો.+
તેમણે આપણું સર્જન કર્યું છે, આપણે તેમના જ છીએ.+
આપણે તેમના લોકો છીએ અને તેમના ચારાનાં ઘેટાં છીએ.+
૪ આભાર માનતાં માનતાં તેમના દ્વારે આવો,+
ગીતો ગાતાં ગાતાં તેમનાં આંગણાંમાં આવો.+
તેમનો અહેસાન માનો, તેમના નામનો જયજયકાર કરો.+
૫ યહોવા ભલા છે.+
તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે,
તેમની વફાદારી પેઢી દર પેઢી ટકે છે.+