ગીતશાસ્ત્ર
સંગીત સંચાલક* માટે સૂચન: તારવાળાં વાજિંત્રો સાથે ગાવું. દાઉદનું ગીત.
૪ હે મારા ખરા ઈશ્વર,+ મારી વિનંતીનો જવાબ આપજો.
મારી આફતોમાંથી બચવાનો માર્ગ કાઢજો.
મારા પર રહેમનજર રાખજો, મારી પ્રાર્થના સાંભળજો.
૨ હે લોકો, તમે ક્યાં સુધી મારું નામ બદનામ કરશો?
ક્યાં સુધી નકામી વાતોને વળગી રહેશો ને જૂઠાણું ચલાવી લેશો? (સેલાહ)
પથારીમાં હોવ ત્યારે વિચાર કરો અને મનને શાંત પાડો. (સેલાહ)
૫ નેક દિલથી બલિદાનો ચઢાવો
અને યહોવામાં ભરોસો રાખો.+
૬ ઘણા કહે છે: “કોણ અમારા માટે સારા દિવસો લાવશે?”
હે યહોવા, તમારા મુખનું તેજ અમારા પર ઝળહળવા દો.+
૭ મબલક પાક અને નવા દ્રાક્ષદારૂથી જે ખુશી મળે છે,
એનાથી વધારે ખુશી તમે મારા દિલમાં રેડી છે.