ગીતશાસ્ત્ર
દાઉદનું ગીત. તે પોતાના દીકરા આબ્શાલોમથી નાસતો હતો, એ વખતનું ગીત.+
૩ હે યહોવા, મારા દુશ્મનો કેમ આટલા બધા છે?+
મારી વિરુદ્ધ થનારા કેમ આટલા બધા છે?+
૨ મારા વિશે ઘણા કહે છે:
“ભગવાન તેને નહિ બચાવે.”+ (સેલાહ)*
૫ હું ઊંઘી જઈશ, નિરાંતે સૂઈ જઈશ.
હું સહીસલામત પાછો ઊઠીશ,
કેમ કે યહોવા હરઘડી મારી સાથે છે.+
૭ હે યહોવા, ઊઠો! હે મારા ભગવાન, મને બચાવો!+
તમે મારા બધા દુશ્મનોનાં જડબાં પર મારશો
અને દુષ્ટોના દાંત તોડી નાખશો.+
૮ હે યહોવા, તમે જ ઉદ્ધાર કરનાર છો.+
તમારા લોકો પર તમારો આશીર્વાદ છે. (સેલાહ)