નાહૂમ
૩ અફસોસ છે આ ખૂની નગરીને!
તે કપટ અને લૂંટફાટથી ગળા સુધી ભરાઈ ગઈ છે,
તોપણ તે શિકાર કરતા ધરાતી નથી!
૨ ચાબુકની સટાક અને પૈડાંનો ગડગડાટ સંભળાય છે,
ઊછળ-કૂદ કરતા ઘોડા અને ધમધમ આવતા રથો દેખાય છે.
૩ ઘોડેસવારો ધસી આવે છે, તલવાર ચમકે છે, ભાલા ચળકે છે,
અસંખ્ય લોકોની કતલ થઈ છે, લાશોના ઢગલે-ઢગલા પડ્યા છે,
મડદાંનો કોઈ પાર નથી.
લાશો પર લોકો વારંવાર ઠોકર ખાય છે.
૪ એ બધું તેની વેશ્યાગીરીને લીધે થયું છે.
તે સુંદર અને મનમોહક છે, તે જાદુવિદ્યામાં કુશળ છે,
તેણે વેશ્યાગીરીથી પ્રજાઓને અને જાદુવિદ્યાથી કુટુંબોને ફસાવ્યાં છે.
૫ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, “જો! હું તારી* વિરુદ્ધ છું.+
હું તારો ઘાઘરો* તારા મોં સુધી ઊંચો કરીશ,
પ્રજાઓને તારી નગ્નતા દેખાડીશ,
અને રાજ્યો આગળ તારી ઇજ્જત ઉછાળીશ.
તેને કોણ દયા બતાવશે?’
બોલ, તને દિલાસો આપનાર હું ક્યાંથી શોધી લાવું?
૮ શું તું નાઈલ નહેર+ પાસે બેસતી નો-આમોન*+ કરતાં ચઢિયાતી છે?
તે તો પાણીથી ઘેરાયેલી હતી,
સમુદ્ર તેની સંપત્તિ હતી, દરિયો તેનો કોટ હતો.
૯ ઇથિયોપિયા અને ઇજિપ્તને* લીધે તે ખૂબ શક્તિશાળી બની હતી,
દરેક ગલીના નાકે તેનાં બાળકોને પથ્થર પર પછાડીને મારી નાખવામાં આવ્યાં.
તેના જાણીતા માણસો માટે ચિઠ્ઠીઓ* નાખવામાં આવી,
તેના બધા આગેવાનોને બેડીઓ પહેરાવવામાં આવી.
૧૨ તારા બધા કોટ તો અંજીરી જેવા છે, જેના પર પાકાં અંજીર* લાગેલાં છે,
જરાક હલાવો ને ખાનારના મોંમાં આવી પડે.
૧૩ જો! તારી સેના સ્ત્રી જેવી કમજોર છે,
દુશ્મનો માટે તારા દેશના દરવાજા ખુલ્લા મૂકવામાં આવશે.
આગ તારા દરવાજાની ભૂંગળોને ભસ્મ કરી દેશે.
૧૪ ઘેરા માટે તૈયાર થા અને પાણી ભર!+
તીડો* જેટલી તારી સંખ્યા વધાર!
હા, તીડો જેટલી તારી સંખ્યા ઘણી વધાર!
૧૬ તારા વેપારીઓની સંખ્યા આકાશના તારાઓથી પણ વધારે છે.
તીડોને* પાંખો આવે છે* અને તેઓ ઊડી જાય છે.
૧૭ તારા ચોકીદારો તીડો જેવા છે,
તારા અધિકારીઓ તીડોના ઝુંડ જેવા છે.
ઠંડા દિવસે તેઓ પથ્થરની દીવાલોમાં ભરાઈ જાય છે,
પણ સૂરજ નીકળતાં જ તેઓ ઊડી જાય છે.
કોણ જાણે ક્યાં ગાયબ થઈ જાય છે!
૧૮ હે આશ્શૂરના રાજા, તારા ઘેટાંપાળકો ઊંઘમાં છે,
તારા આગેવાનો ઘરમાં આરામ ફરમાવે છે.
તારા લોકો પહાડો પર વેરવિખેર થઈ ગયા છે,
તેઓને ભેગા કરનાર કોઈ નથી.+
૧૯ આવનાર આફતમાંથી તને* કોઈ રાહત નહિ મળે,
તારા જખમોનો કોઈ ઇલાજ નથી.