નીતિવચનો
૨૨ પુષ્કળ ધનદોલત કરતાં સારું નામ* વધારે સારું+
અને સોના-ચાંદી કરતાં માન* વધારે સારું.
૩ શાણો માણસ મુસીબત આવતી જોઈને સંતાઈ જાય છે,
૫ કપટી માણસનો રસ્તો કાંટા અને ફાંદાથી ભરેલો છે,
પણ જેને પોતાનો જીવ વહાલો છે, તે એનાથી દૂર રહે છે.+
૬ બાળકે* જે માર્ગમાં ચાલવું જોઈએ, એ માર્ગમાં ચાલવાનું તેને શીખવ,*+
એટલે તે વૃદ્ધ થશે ત્યારે પણ એ માર્ગ છોડશે નહિ.+
૯ ઉદાર માણસ પર આશીર્વાદ વરસશે,
કેમ કે તે પોતાના ખોરાકમાંથી ગરીબને આપે છે.+
૧૩ આળસુ કહે છે, “બહાર તો સિંહ છે!
હું ચોકમાં જઈશ તો તે મને ફાડી ખાશે!”+
૧૪ પાપી* સ્ત્રીનું મોં ઊંડી ખાઈ છે.+
યહોવા જે માણસને ધિક્કારે છે, તે એમાં પડી જશે.
૧૬ જે માણસ ધનવાન બનવા ગરીબને ઠગે છે+
અને જે માણસ અમીરને ભેટ-સોગાદો આપે છે,
એ બંને કંગાળ થઈ જશે.
૧૮ એ વાતોને તારા અંતરમાં રાખ, એટલે તને ખુશી મળશે+
અને એ હંમેશાં તારા હોઠો પર રહેશે.+
૧૯ મેં આજે તને આ વાતો જણાવી છે,
જેથી તારો ભરોસો યહોવા પર રહે.
૨૦ મેં તને પહેલાં પણ ઘણી સલાહ
અને જ્ઞાનની વાતો લખીને આપી હતી,
૨૧ જેથી તું સાચી અને ભરોસાપાત્ર વાતો જાણે
અને તને મોકલનાર પાસે સચોટ માહિતી લઈ આવે.
૨૩ કેમ કે યહોવા પોતે તેઓનો મુકદ્દમો લડશે+
અને જે તેઓને છેતરે છે, તેને જીવતો નહિ છોડે.
૨૪ ગરમ મિજાજના માણસ સાથે દોસ્તી ન કર
અને વાતે વાતે ગુસ્સે થનાર સાથે સંગત ન રાખ,
૨૫ નહિતર તું તેના પગલે ચાલવા લાગીશ
અને ફાંદામાં ફસાઈ જઈશ.+
૨૭ જો તારી પાસે એ દેવું ચૂકવવા પૈસા નહિ હોય,
તો તેઓ તારી નીચેથી બિછાનું પણ ખેંચી જશે!
૨૮ વર્ષો પહેલાં તારા બાપદાદાઓએ જે હદની નિશાની મૂકી હતી,
એને તું ખસેડીશ નહિ.+
૨૯ શું તેં એવા માણસને જોયો છે, જે પોતાના કામમાં હોશિયાર હોય?
તે સામાન્ય માણસો આગળ નહિ,
પણ રાજા-મહારાજાઓ આગળ ઊભો રહેશે.+