યશાયા
૩ જુઓ! સાચા પ્રભુ, સૈન્યોના ઈશ્વર યહોવા,
યરૂશાલેમ અને યહૂદામાંથી બધો આધાર અને બધી ચીજવસ્તુઓ લઈ લેશે.
એટલે કે અનાજ અને પાણી,+
૨ શક્તિશાળી માણસો અને શૂરવીર યોદ્ધાઓ,
ન્યાયાધીશો અને પ્રબોધકો,*+ શુકન જોનારાઓ અને વડીલો,
૩ સત્તાધીશો, ૫૦-૫૦ના ઉપરીઓ+ અને સલાહકારો,
કુશળ જાદુગરો અને જંતરમંતર કરનારાઓ.+
૪ હું છોકરાઓને તેઓના આગેવાનો બનાવીશ,
મનમાની કરનાર* તેઓ પર રાજ કરશે.
છોકરાઓ વૃદ્ધ માણસોનું અપમાન કરશે,
મામૂલી માણસો આબરૂદાર માણસોની સામે થશે.+
૬ દરેક માણસ પોતાના પિતાના ઘરમાંથી ભાઈને પકડીને કહેશે:
“તારી પાસે ઝભ્ભો છે, તું અમારો આગેવાન થા.
આ ખંડેરોના ઢગલા પર તું રાજ કર.”
૭ પણ તે ના પાડતાં કહેશે:
“હું તમારા જખમો પર પાટા બાંધનાર* નહિ બનું.
મારા ઘરમાં નથી ખોરાક કે નથી કપડાં.
મને લોકો પર આગેવાન બનાવશો નહિ.”
૮ યરૂશાલેમે ઠોકર ખાધી છે,
યહૂદાની પડતી થઈ છે.
તેઓ પોતાનાં કામો અને વાણીથી યહોવાની વિરુદ્ધ ગયા છે.
તેઓએ ઈશ્વરના ગૌરવ આગળ બળવો પોકાર્યો છે.+
૯ તેઓના ચહેરાના હાવભાવ તેઓ વિરુદ્ધ સાક્ષી પૂરે છે.
સદોમની જેમ તેઓ પોતાનાં પાપ જગજાહેર કરે છે+
અને એ છુપાવતાં પણ નથી.
તેઓને અફસોસ! તેઓ પોતાના માથે આફત લાવે છે.
૧૦ સાચા માર્ગે ચાલનારાઓને કહો કે તેઓનું ભલું થશે.
તેઓ પોતાની મહેનતનાં ફળ ખાશે.*+
૧૧ દુષ્ટ લોકોને હાય હાય!
તેઓ પર આફત આવી પડશે,
તેઓને હાથનાં કર્યાં હૈયે વાગશે.
૧૨ મારા લોકો પર તેઓના ઉપરીઓ જુલમ કરે છે,
સ્ત્રીઓ તેઓ પર રાજ કરે છે.
ઓ મારા લોકો, તમારા આગેવાનો તમને આમતેમ ભટકાવે છે.
તેઓ તમને ખોટે રવાડે ચઢાવી દે છે.+
૧૩ યહોવા મુકદ્દમો લડવા તૈયાર થયા છે.
તે પ્રજાઓને સજા ફટકારવા ઊભા થયા છે.
૧૪ યહોવા પોતાના લોકોના વડીલો અને આગેવાનોનો ન્યાય કરશે ને કહેશે:
“તમે દ્રાક્ષાવાડી બાળીને ભસ્મ કરી છે.
તમે ગરીબોને લૂંટી લૂંટીને તમારાં ઘરો ભર્યાં છે.+
૧૫ તમારી શી મજાલ કે તમે મારા લોકોને કચડી નાખો છો
અને ગરીબોનાં મોં ધૂળમાં રગદોળો છો?”+ વિશ્વના માલિક,* સૈન્યોના ઈશ્વર યહોવા એવું કહેશે.
૧૬ યહોવા કહે છે, “સિયોનની દીકરીઓ ઘમંડી છે.
૧૭ એટલે યહોવા સિયોનની દીકરીઓનાં માથાંમાં ઉંદરીનો રોગ લાવશે.
યહોવા તેઓને બોડી કરી નાખશે.+
૧૮ એ દિવસે યહોવા તેઓનો બધો શણગાર ઝૂંટવી લેશે.
એટલે કે બંગડીઓ, માથાનાં બાંધણાં, અર્ધચંદ્ર આકારનાં ઘરેણાં,+
૧૯ ઝૂમખાં, કડાં, ઘૂંઘટો,
૨૦ ઓઢણી, પાયલ, કંદોરો,
અત્તરની શીશીઓ, તાવીજો,*
૨૧ વીંટીઓ, નથણીઓ,
૨૨ કીમતી કપડાં, કોટી, શાલ, પાકીટ,
૨૩ અરીસાઓ,+ શણનાં કપડાં,
પાઘડીઓ અને ઘૂંઘટો.
૨૪ ખુશબોદાર તેલની+ સુગંધને બદલે માથું ફાટે એવી ગંધ હશે,
કંદોરાને બદલે દોરડું,
ગૂંથેલા વાળને બદલે ટાલ,+
કીમતી કપડાને બદલે કંતાન+
અને સુંદરતાને બદલે ડામનું નિશાન હશે.
૨૬ સિયોન નગરીના દરવાજા શોક મનાવશે અને વિલાપ કરશે.+
એ ભોંય પર બેઠી બેઠી રડારોળ કરશે.”+