યશાયા
૧૪ યહોવા યાકૂબને દયા બતાવશે.+ તે ફરીથી ઇઝરાયેલને પસંદ કરશે+ અને તેઓને પોતાના દેશમાં વસાવશે.*+ પરદેશીઓ તેઓ સાથે જશે. યાકૂબના વંશજોને તેઓ સાથ આપશે.+ ૨ ઇઝરાયેલી લોકો પરદેશીઓને પોતાના દેશમાં લઈ આવશે. યહોવાના દેશમાં તેઓ પરદેશીઓને પોતાનાં દાસ-દાસીઓ બનાવશે,+ પોતાને ગુલામ બનાવનારા લોકોને ગુલામ બનાવશે. ઇઝરાયેલીઓ પાસે જુલમથી મજૂરી કરાવતા લોકો પર તેઓ અધિકાર ચલાવશે.
૩ એક દિવસ યહોવા તમારાં દુઃખ-દર્દમાં રાહત આપશે. તમને તકલીફોમાંથી છોડાવશે. જે ગુલામીની ચક્કીમાં તમે પીસાતા હતા, એમાંથી તે આઝાદ કરશે.+ ૪ એ સમયે તમે બાબેલોનના રાજાને મહેણાં મારીને આમ કહેજો:
“બીજાઓને બળજબરીથી ગુલામી કરાવનાર, તારી કેવી દશા થઈ!
જુલમનો કેવો અંત આવ્યો!+
૫ યહોવાએ દુષ્ટોનો દંડો તોડી નાખ્યો છે,
શાસકોની લાકડી ભાંગી નાખી છે.+
૬ તેઓ તો ક્રોધે ભરાઈને લોકોને માર મારતા હતા.+
પ્રજાઓ પર જીત મેળવવા તેઓ ગુસ્સે ભરાઈને વારંવાર સતાવણી કરતા હતા.+
તેઓ કહે છે, ‘સારું થયું તું પડ્યો,
હવે કોઈ કઠિયારો અમને કાપવા આવતો નથી.’
કબર ધરતીના બધા જુલમી અધિકારીઓને*
મરણની ઊંઘમાંથી ઉઠાડે છે,
બધા દેશોના રાજાઓને રાજગાદી પરથી ઊભા કરે છે.
૧૦ તેઓ બધા તને પૂછશે,
‘શું તું પણ અમારી જેમ કમજોર થઈ ગયો છે?
શું તું અમારા જેવો બની ગયો છે?
તારી પથારી કીડાઓથી ખદબદે છે
અને તને અળસિયાંની ચાદર ઓઢાડેલી છે.’
૧૨ ઓ ચમકતા તારા, પરોઢના દીકરા,
તું ઉપર આકાશમાંથી કેવો પડ્યો!
બીજા દેશોને ધૂળ ચાટતા કરનાર,
તું પોતે કેવો ધૂળ ચાટતો થયો!+
૧૩ તેં તારા દિલમાં વિચાર્યું, ‘હું તો આકાશ ઉપર ચઢી જઈશ.+
મારું રાજ્યાસન ઈશ્વરના તારાઓથી પણ ઊંચું કરીશ.+
ઉત્તરના દૂરના ભાગમાં આવેલા+
સભાના પર્વત પર હું બેસીશ.
૧૪ હું વાદળોની ટોચથી પણ ઉપર ચઢી જઈશ.
હું પોતાને સર્વોચ્ચ ઈશ્વર જેવો બનાવીશ.’
૧૬ તને જોનારા તારી તરફ ધારી ધારીને જોયા કરશે.
તેણે તો પોતાના કેદીઓને આઝાદ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.’+
૧૯ પણ તને કબરમાં દફનાવવામાં નથી આવ્યો,
નકામી ડાળીની જેમ ફેંકી દેવામાં આવ્યો છે.
તું પગ નીચે છૂંદાયેલી લાશ જેવો છે.
તું તલવારથી કતલ થયેલાં મડદાંથી ઢંકાયેલો છે,
જે મડદાં પથ્થરોના ખાડામાં ઊતરી જાય છે.
૨૦ તેઓની જેમ તને કબરમાં દફનાવવામાં નહિ આવે,
કેમ કે તેં તારા પોતાના વતનનો વિનાશ કર્યો છે,
તેં તારા પોતાના લોકોનો સંહાર કર્યો છે.
દુષ્ટોનાં સંતાનોનાં નામ કદી યાદ રાખવામાં નહિ આવે.
૨૧ બાપદાદાઓના અપરાધોને લીધે
તેના દીકરાઓની કતલની તૈયારી કરો,
જેથી તેઓ પૃથ્વી પર રાજ કરવા ઊભા ન થાય
અને પોતાનાં શહેરો આખી ધરતી પર ફેલાવી ન દે.”
૨૨ સૈન્યોના ઈશ્વર યહોવા જાહેર કરે છે, “હું તેઓની વિરુદ્ધ ઊભો થઈશ.”+
યહોવા કહે છે, “બાબેલોનમાંથી હું તેઓનું નામ, તેઓના બચી ગયેલા લોકો, તેઓના વંશજો અને વારસદારોને ખતમ કરી નાખીશ.”+
૨૩ “હું એને શાહુડીનું ઘર અને પાણીનાં ખાબોચિયાં બનાવી દઈશ. હું એને વિનાશના ઝાડુથી વાળીને સાફ કરી નાખીશ,”+ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.
૨૪ સૈન્યોના ઈશ્વર યહોવાએ સમ ખાધા છે:
“મેં જે ઇરાદો કર્યો છે, એવું જ બનશે.
મેં જે નિર્ણય કર્યો છે એમ જ થશે.
મારા લોકો પરથી તેની ઝૂંસરી હટાવી લઈશ,
તેઓના ખભા પરથી તેનો બોજો ઉઠાવી લઈશ.”+
૨૬ આખી ધરતી વિરુદ્ધ આ નક્કી કરવામાં આવ્યું છે,
બધી પ્રજાઓ વિરુદ્ધ તેમનો હાથ ઉગામેલો છે.
તેમનો હાથ ઉગામેલો છે,
એને કોણ પાછો વાળી શકે?+
૨૮ આહાઝ રાજાનું મરણ થયું,+ એ વર્ષે આ ન્યાયચુકાદો જાહેર થયો:
૨૯ “ઓ પલિસ્ત, તને મારનાર લાકડી ભાંગી નંખાઈ છે,
પણ તું બહુ ખુશ ન થા.
૩૧ ઓ પ્રવેશદ્વાર, વિલાપ કર! ઓ શહેર, પોક મૂકીને રડ!
હે પલિસ્તના લોકો, તમે બધા હિંમત હારી જશો!
ઉત્તરમાંથી ધુમાડાની જેમ સૈનિકો ચઢી આવે છે,
તેઓમાંથી કોઈ પાછળ રહી જતો નથી.”
૩૨ પ્રજાનો સંદેશો લાવનારાઓને તેઓ કેવો જવાબ આપશે?
એ જ કે યહોવાએ સિયોનમાં પાયો નાખ્યો છે.+
તેમના લાચાર લોકો એમાં આશરો લેશે.