યશાયા
એક જ રાતમાં મોઆબના આર શહેરનો+ વિનાશ થયો છે,
એને ચૂપ કરી દેવામાં આવ્યું છે.
એક જ રાતમાં મોઆબના કીર+ શહેરનો વિનાશ થયો છે,
એને ચૂપ કરી દેવામાં આવ્યું છે.
નબો+ અને મેદબા+ માટે મોઆબ પોક મૂકીને રડે છે.
દરેક માથું બોડાવેલું+ અને દરેક દાઢી મૂંડાવેલી છે.+
૩ તેઓ ગલીઓમાં કંતાન પહેરીને ફરે છે.
તેઓ બધા પોતાના ધાબા પર અને ચોકમાં વિલાપ કરે છે.
તેઓ રડતાં રડતાં નીચે ઊતરે છે.+
૪ હેશ્બોન અને એલઆલેહ+ પોક મૂકીને રડે છે.
તેઓનો અવાજ છેક યાહાસ+ સુધી સંભળાય છે.
એટલે મોઆબના સૈનિકો બૂમો પાડે છે.
લોકો થરથર કાંપે છે.
૫ મારું દિલ મોઆબ માટે રડે છે.
એમાંથી નાસી છૂટેલા લોકો છેક સોઆર+ અને એગ્લાથ-શલીશિયા+ સુધી દોડી ગયા છે.
તેઓ લૂહીથ પર રડતાં રડતાં ચઢે છે.
તેઓ વિનાશને લીધે હોરોનાયિમના રસ્તે હૈયાફાટ રુદન કરે છે.+
૬ નિમ્રીમનું પાણી સુકાઈ ગયું છે.
લીલુંછમ ઘાસ કરમાઈ ગયું છે,
છોડવાઓનો નાશ થયો છે, કંઈ લીલોતરી બચી નથી.
૭ એટલે તેઓ પોતાના ભંડારોમાંથી અને ધનદોલતમાંથી બચેલું બધું ઉપાડી જાય છે.
તેઓ વૃક્ષોની* ખીણ પાર કરી જાય છે.
૮ મોઆબના ખૂણે ખૂણે વિલાપના પડઘા પડે છે.+
એના પડઘા છેક એગ્લાઇમ સુધી સંભળાય છે.
એના પડઘા છેક બએર-એલીમ સુધી સંભળાય છે.
૯ દીમોનના પાણી લોહી લોહી થઈ ગયા છે,
દીમોન પર ઈશ્વર હજુ વધારે આફતો લાવનાર છે:
મોઆબમાંથી નાસી છૂટનારાઓને
અને દેશમાં બચી જનારાઓને સિંહો ફાડી ખાશે.+