યશાયા
૨ તેઓ ગરીબ પાસેથી મુકદ્દમો લડવાનો હક છીનવી લે છે.
મારા લોકોમાં લાચારને ઇન્સાફ મળતો નથી.+
મદદ માટે કોની પાસે દોડી જશો?+
તમારી ધનદોલત* કોને સોંપી જશો?
૪ કેદીઓ સાથે નીચી મૂંડીએ ઘસડાયા વગર
કે કતલ થયા વગર તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી.
આ બધાને લીધે ઈશ્વરનો ગુસ્સો ઠંડો પડ્યો નથી.
તેઓને મારવા તેમનો હાથ ઉગામેલો છે.+
મારા ગુસ્સાની લાઠી છે+
અને તેઓના હાથમાં મારા રોષની લાકડી છે!
તેને આજ્ઞા કરીશ કે તે મોટી લૂંટ ચલાવે, બધી મિલકત પડાવી લે
અને તેઓને રસ્તાના કાદવની જેમ ખૂંદી નાખે.+
૭ પણ તે એમ કરવા રાજી નહિ થાય,
તેના મનમાં તો જુદી જ યોજના છે.
તેના દિલમાં વિનાશના વિચારો દોડે છે.
તે થોડી પ્રજાઓનો નહિ, ઘણી પ્રજાઓનો નાશ કરવા ચાહે છે.
૮ તે કહે છે:
‘શું મારા અધિકારીઓ રાજાઓ નથી?+
૯ શું કાલ્નો+ એ કાર્કમીશ જેવું નથી?+
શું હમાથ+ એ આર્પાદ જેવું નથી?+
શું સમરૂન+ એ દમસ્ક જેવું નથી?+
૧૦ મેં મારા હાથે નકામા દેવોનાં એ રાજ્યો જીતી લીધાં છે.
યરૂશાલેમ અને સમરૂન કરતાં તેઓની કોતરેલી મૂર્તિઓ વધારે હતી.+
૧૧ મેં સમરૂન અને એના નકામા દેવોના કેવા હાલ કર્યા હતા!+
શું યરૂશાલેમ અને એની મૂર્તિઓના પણ એવા જ હાલ નહિ કરું?’
૧૨ “સિયોન પર્વત પર અને યરૂશાલેમમાં યહોવા પોતાનું ધાર્યું કામ પૂરું કરશે. પછી તે* આશ્શૂરના રાજાને શિક્ષા કરશે, કેમ કે તેનું દિલ મગરૂર છે, તેની આંખો ઘમંડ અને અભિમાનથી ભરેલી છે.+ ૧૩ રાજા કહે છે:
‘હું મારી પોતાની શક્તિથી આ કરીશ.
હું મારી બુદ્ધિથી એમ કરીશ, કેમ કે હું બુદ્ધિશાળી છું.
એક શૂરવીરની જેમ હું તેઓને જીતી લઈશ.+
૧૪ જેમ કોઈ માણસ માળામાં હાથ નાખે,
તેમ હું લોકોની મિલકત પર હાથ નાખીશ.
જેમ કોઈ પડતાં મૂકેલાં ઈંડાં લઈ લે,
તેમ હું આખી ધરતીને મુઠ્ઠીમાં કરી લઈશ.
એવું કોઈ નહિ હોય જે પાંખ ફફડાવે, મોં ઉઘાડે અથવા ચીં ચીં કરે.’”
૧૫ શું કુહાડી એના વાપરનાર સામે બડાઈ હાંકશે?
શું કરવત એના ચલાવનાર સામે અભિમાન કરશે?
શું લાકડી+ એના ઉપાડનારને હલાવી શકશે?
અથવા શું લાઠી એના ઉપાડનારને ઉપાડી શકશે, જે લાકડું નથી?
૧૬ એટલે જ સાચા પ્રભુ, સૈન્યોના ઈશ્વર યહોવા,
તેના* બળવાનોને બીમારીથી સૂકલકડી બનાવી દેશે,+
તેની જાહોજલાલી આગની જ્વાળાઓમાં ભસ્મ કરી નાખશે.+
૧૭ ઇઝરાયેલનો પ્રકાશ+ અગ્નિ બનશે.+
ઇઝરાયેલના પવિત્ર ઈશ્વર જ્વાળા બનશે.
આશ્શૂરનાં જંગલી છોડ અને ઝાડી-ઝાંખરાંને તે એક જ દિવસમાં બાળીને ભસ્મ કરી નાખશે.
૧૮ તે તેનાં વન અને વાડીની શોભા પૂરેપૂરી મિટાવી દેશે.
એના એવા હાલ થશે જાણે કોઈ બીમાર માણસ ધીમે ધીમે ખલાસ થઈ જાય.+
૧૯ નાનકડો છોકરો આંગળીના ટેરવે ગણી શકે
એટલાં જ વૃક્ષો તેના વનમાં રહી જશે.
પણ તેઓ યહોવા પર આધાર રાખશે,
ઇઝરાયેલના પવિત્ર ઈશ્વરને વફાદાર રહેશે.
૨૪ એટલે વિશ્વના માલિક, સૈન્યોના ઈશ્વર યહોવા આમ કહે છે: “હે સિયોનમાં રહેનારા મારા લોકો, આશ્શૂરને લીધે ગભરાશો નહિ. તે તમને લાકડીથી મારતો હતો.+ ઇજિપ્તની જેમ તે તમારી સામે લાઠી ઉગામતો હતો.+ ૨૫ થોડા જ સમયમાં મારો કોપ શાંત થઈ જશે. પછી મારો ગુસ્સો આશ્શૂરનો વિનાશ લાવશે.+ ૨૬ સૈન્યોના ઈશ્વર યહોવાએ જેમ ઓરેબ+ પથ્થર પાસે મિદ્યાનીઓને હરાવ્યા હતા, તેમ તે આશ્શૂર પર ચાબુક ફટકારશે.+ તે પોતાની લાકડી સમુદ્ર પર લંબાવશે. ઇજિપ્ત સામે કર્યું હતું તેમ+ તે આશ્શૂર સામે લાકડી ઉગામશે.
૨૭ એ દિવસે તેનો બોજો તમારા ખભા પરથી+
અને તેની ઝૂંસરી તમારી ગરદન પરથી ઊતરી જશે.+
તેલને* લીધે એ ઝૂંસરી ભાંગી નાખવામાં આવશે.”+
૨૯ તેઓએ ઘાટ પાર કર્યો છે.
તેઓ ગેબામાં રાત વિતાવે છે.+
રામા થરથર કાંપે છે, શાઉલનું ગિબયાહ નાસી છૂટ્યું છે.+
૩૦ હે ગાલ્લીમની દીકરી, પોકાર કર અને બૂમો પાડ!
હે લાઈશાહ, સાવધ થા!
હે અનાથોથ, તને હાય હાય!+
૩૧ માદમેનાહ નાસી છૂટ્યું છે,
ગેબીમના લોકો આશરો શોધે છે.
સિયોનની દીકરીના પર્વત સામે,
યરૂશાલેમના ડુંગર સામે તે મુક્કો બતાવીને ધમકી આપશે.
૩૩ જુઓ! સાચા પ્રભુ, સૈન્યોના ઈશ્વર યહોવા
ભયાનક કડાકા સાથે ડાળીઓ કાપી નાખે છે.+
ઊંચાં ઊંચાં વૃક્ષો કાપી નાખવામાં આવે છે
અને જેઓ ઊંચે છે તેઓને નીચે પાડવામાં આવે છે.
૩૪ તે કુહાડીથી જંગલની ગીચ ઝાડીને ભોંયભેગી કરી નાખે છે.
શૂરવીરના હાથે લબાનોનનાં વૃક્ષો પાડી નાખવામાં આવશે.