ગીતશાસ્ત્ર
૧૧૮ યહોવાનો આભાર માનો, કેમ કે તે ભલા છે.+
તેમનો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે.
૨ હવે ઇઝરાયેલ પોકારી ઊઠો:
“તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.”
૩ હવે હારુનના વંશજો પોકારી ઊઠો:
“તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.”
૪ હવે યહોવાનો ડર રાખનારાઓ પોકારી ઊઠો:
“તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.”
૫ મારી મુસીબતમાં મેં યાહને* હાંક મારી.
યાહે જવાબ આપ્યો અને તે મને સલામત જગ્યાએ લઈ આવ્યા.+
૬ યહોવા મારા પક્ષે છે; હું જરાય ડરીશ નહિ.+
માણસ મને શું કરી લેવાનો?+
૭ યહોવા મારા પક્ષે છે, તે મને મદદ કરે છે.*+
મને નફરત કરનારાઓની પડતી હું નજરોનજર જોઈશ.+
૮ મનુષ્ય પર ભરોસો રાખવા કરતાં,
યહોવામાં આશરો લેવો વધારે સારું છે.+
૯ અધિકારીઓ પર ભરોસો રાખવા કરતાં,
યહોવામાં આશરો લેવો વધારે સારું છે.+
૧૦ બધી પ્રજાઓએ મને ઘેરી લીધો હતો.
પણ યહોવાનું નામ લઈને
મેં તેઓને ભગાડી મૂક્યા.+
૧૧ તેઓએ મને ઘેરી લીધો હતો, હા, ચારે બાજુથી ઘેરી લીધો હતો.
પણ યહોવાનું નામ લઈને
મેં તેઓને ભગાડી મૂક્યા.
૧૨ તેઓ મધમાખીઓની જેમ મને ફરી વળ્યા.
પણ તેઓ ઝાંખરાંની જેમ ઝડપથી બળીને ભસ્મ થઈ ગયા.
યહોવાનું નામ લઈને
મેં તેઓને ભગાડી મૂક્યા.+
૧૩ મને પાડી નાખવા જોરથી ધક્કો મારવામાં આવ્યો,
પણ યહોવાએ મને મદદ કરી.
૧૪ યાહ મારો આશરો અને મારું બળ છે,
તે મારો ઉદ્ધાર કરનાર બન્યા છે.+
૧૫ નેક લોકોનો ઉદ્ધાર* થયો છે,
એટલે તેઓના તંબુઓમાં આનંદનો પોકાર સંભળાય છે.
યહોવાનો જમણો હાથ તેમની શક્તિનો પરચો બતાવે છે.+
૧૬ યહોવાનો જમણો હાથ ઊંચો થયેલો છે.
યહોવાનો જમણો હાથ તેમની શક્તિનો પરચો બતાવે છે.+
૧૭ હું મરીશ નહિ, હા, હું તો જીવતો રહીશ,
જેથી યાહનાં કામ જગજાહેર કરું.+
૧૯ મારા માટે સચ્ચાઈના દરવાજા ખોલો.+
હું એમાં થઈને અંદર જઈશ અને યાહની સ્તુતિ કરીશ.
૨૦ આ યહોવાનો દરવાજો છે.
નેક લોકો એમાં થઈને અંદર જશે.+
૨૧ હું તમારા ગુણગાન ગાઈશ, કેમ કે તમે મને જવાબ આપ્યો+
અને તમે મારો ઉદ્ધાર કરનાર બન્યા.
૨૩ ખુદ યહોવાએ એવું કર્યું છે.+
એ અમારી નજરે અજાયબ છે.+
૨૪ આ દિવસ યહોવાએ ઠરાવ્યો છે.
આપણે ખુશી મનાવીશું અને આનંદ આનંદ કરીશું.
૨૫ હે યહોવા, અમે આજીજી કરીએ છીએ, કૃપા કરીને અમને બચાવો!
હે યહોવા, કૃપા કરીને અમને જીત અપાવો!
૨૬ યહોવાના નામમાં જે આવે છે, તેના પર તેમનો આશીર્વાદ રહે!+
યહોવાના મંદિરમાંથી અમે તમને આશીર્વાદ આપીએ છીએ.
૨૭ યહોવા જ ઈશ્વર છે.
તે આપણને રોશની આપે છે.+
૨૮ તમે મારા ઈશ્વર છો, હું તમારો જયજયકાર કરીશ.
હે મારા ઈશ્વર, હું તમને મોટા મનાવીશ.+
૨૯ યહોવાનો આભાર માનો,+ કેમ કે તે ભલા છે.
તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.+