યશાયા
૩૦ યહોવા જાહેર કરે છે, “અફસોસ છે હઠીલા દીકરાઓને!+
તેઓ એવી યોજનાઓ પાર પાડે છે, જે મારી નથી.+
તેઓ મારી મરજી* વિરુદ્ધ બીજાઓની મદદ માંગે છે.*
તેઓ પાપમાં ઉમેરો કરતા જાય છે.
૨ તેઓ મને પૂછ્યા વિના+ ઇજિપ્ત પાસે દોડી જાય છે.+
તેઓ ઇજિપ્તના રાજાના હાથ નીચે સલામતી મેળવવા
અને ઇજિપ્તની છાયામાં આશરો લેવા જાય છે.
૩ ઇજિપ્તના રાજાની સલામતી તમને નીચું જોવડાવશે,
ઇજિપ્તની છાયામાં લીધેલો આશરો તમારી બદનામી કરાવશે.+
૪ એના આગેવાનો સોઆનમાં છે,+
એના એલચીઓ હાનેસ પહોંચી ગયા છે.
૫ ઇઝરાયેલી લોકોએ શરમાવું પડશે.
ઇજિપ્તના લોકો તેઓને કંઈ મદદ કરવાના નથી,
કંઈ લાભ અને ફાયદો કરવાના નથી.
તેઓ તો ફક્ત અપમાન અને બદનામ કરે છે.”+
૬ દક્ષિણનાં જાનવરો વિરુદ્ધ ન્યાયચુકાદો:
તેઓ ગધેડાની પીઠ પર ધનદોલત ઉપાડે છે,
ઊંટની ખૂંધ પર ચીજવસ્તુઓ લઈ જાય છે.
તેઓ આફત અને તકલીફોના દેશમાં થઈને,
સિંહના, ગર્જતા સિંહના,
ઝેરી સાપ અને વીજળીની ઝડપે ઊડતા સાપના* દેશમાંથી પસાર થાય છે.
પણ એ બધું કંઈ કામ આવવાનું નથી.
એટલે મેં એને આ નામ આપ્યું છે: “બેસી રહેનારી રાહાબ.”*+
આવનાર દિવસોમાં
એ કાયમ માટે સાક્ષી બની રહે.+
૯ તેઓ બંડખોર લોકો,+ દગાખોર દીકરાઓ છે.+
તેઓ એવા દીકરાઓ છે, જેઓને યહોવાનો નિયમ* સાંભળવો જ નથી.+
૧૦ તેઓ દર્શન સમજાવનારને* કહે છે, ‘દર્શન જોશો નહિ.’
પ્રબોધકોને કહે છે, ‘અમને સાચી ભવિષ્યવાણીઓ કહેશો નહિ.+
અમને મીઠી મીઠી વાતો જણાવો, ભમાવનારાં દર્શનો વિશે કહો.+
૧૧ માર્ગમાંથી ખસી જાઓ, રસ્તામાંથી હટી જાઓ.
અમારી આગળ ઇઝરાયેલના પવિત્ર ઈશ્વર વિશે વાત કરશો નહિ.’”+
૧૨ હવે ઇઝરાયેલના પવિત્ર ઈશ્વર આમ કહે છે:
૧૩ એટલે તમારો આ અપરાધ તિરાડ પડેલી દીવાલ જેવો થશે,
પડું પડું થતી ભારે ભરખમ દીવાલની જેમ
એ અચાનક, પળવારમાં જમીનદોસ્ત થઈ જશે.
૧૪ કુંભારના મોટા માટલાની જેમ એને ભાંગી નાખવામાં આવશે.
એના એવા નાના નાના ટુકડા થઈ જશે કે
એકેય ટુકડા વડે ચૂલામાંથી અંગારો ઉપાડી નહિ શકાય
કે ખાબોચિયામાંથી* પાણી ભરી નહિ શકાય.”
૧૫ ઇઝરાયેલના પવિત્ર ઈશ્વર, વિશ્વના માલિક યહોવા આમ કહે છે:
“મારી પાસે પાછા ફરો અને રાહ જુઓ તો તમારો બચાવ થશે.
શાંત રહો અને ભરોસો રાખો તો તમે બળવાન થશો.”+
પણ તમે તો સાંભળવા જ તૈયાર ન હતા.+
૧૬ એને બદલે તમે કહ્યું: “અમે ઘોડાઓ પર બેસીને નાસી જઈશું!”
એટલે તમારે નાસવું પડશે.
તમે કહ્યું: “અમે પવનવેગી ઘોડાઓ પર બેસીને ભાગી જઈશું!”+
એટલે તમારો પીછો કરનારા પણ પવનવેગી હશે.+
૧૭ એકની ધમકીથી હજાર થરથર કાંપશે.+
પાંચની ધમકીથી તમે બધા ભાગી જશો.
પર્વતના શિખર પરના ધ્વજ-સ્તંભની જેમ,
ડુંગર પરની ધજાની જેમ તમે એકલા-અટૂલા રહી જશો.+
૧૮ પણ યહોવા તમને કૃપા બતાવવા ધીરજથી રાહ જુએ છે.*+
તે તમને રહેમ બતાવવા ઊભા થશે.+
યહોવા ઇન્સાફના ઈશ્વર છે.+
જેઓ ધીરજ ધરીને તેમની રાહ જુએ છે, તેઓ સુખી છે!+
૧૯ જ્યારે પ્રજા સિયોનમાં, યરૂશાલેમમાં રહેશે,+ ત્યારે તું નહિ રડે.+ તું મદદનો પોકાર કરે કે તરત તે તારા પર કૃપા કરશે. તારો અવાજ સાંભળીને તે તરત જવાબ આપશે.+ ૨૦ ખરું કે યહોવા તને આફતની રોટલી ખવડાવશે અને જુલમનું પાણી પિવડાવશે,+ પણ તારા મહાન શિક્ષક હવે તારાથી છુપાયેલા રહેશે નહિ. તું તારા મહાન શિક્ષકને+ પોતાની આંખોથી જોશે. ૨૧ જો તમે ડાબે કે જમણે ફંટાઈ જશો, તો પાછળથી તમને આવો અવાજ સંભળાશે: “માર્ગ આ છે,+ એના પર ચાલો.”+
૨૨ તમે તમારી કોતરેલી મૂર્તિઓ પર ચઢાવેલી ચાંદી અશુદ્ધ કરશો. તમે ધાતુની મૂર્તિઓ* પર ચઢાવેલું સોનું અશુદ્ધ કરશો.+ તમે એને લોહીવાળાં* કપડાંની જેમ ફેંકી દેશો અને કહેશો, “અહીંથી દૂર જા.”*+ ૨૩ તમે ભૂમિમાં જે બી વાવશો એના પર ઈશ્વર વરસાદ વરસાવશે.+ ધરતી જે મબલક પાક ઉગાડશે એ સૌથી સારો હશે.+ એ દિવસે તમારાં ઢોરઢાંક વિશાળ જગ્યામાં ચરશે.+ ૨૪ જમીન ખેડનારાં ઢોરઢાંક અને ગધેડાં એવો ઘાસચારો ખાશે, જેમાં ખાટી ભાજી ભેળવેલી હશે. એ ચારો પાવડા અને દંતાળીથી સાફ કરેલો હશે. ૨૫ જે દિવસે બુરજો પડી ભાંગશે અને મોટી કતલ થશે, એ દિવસે ઊંચા ઊંચા પર્વત અને ડુંગર પર ઝરણાં ને નદીઓ વહેશે.+ ૨૬ પૂનમના ચંદ્રનું અજવાળું સૂરજના અજવાળાની જેમ ઝળહળશે. સૂરજનો પ્રકાશ સાત ગણો વધશે,+ જાણે સાત દિવસનો પ્રકાશ હોય. એ દિવસે યહોવા પોતાના લોકોની પાટાપિંડી કરશે.*+ તેમણે કરેલા સખત ઘાના જખમ તે સાજા કરશે.+
૨૭ જુઓ! યહોવા* દૂર દૂરથી આવે છે.
તે બળતા રોષ અને કાળાં વાદળો સાથે આવે છે.
તેમના હોઠ પર ભારે કોપ છે,
તેમની જીભ ભસ્મ કરતી આગ જેવી છે.+
૨૮ તેમની શક્તિ* ગળા સુધી પહોંચતા ધસમસતા પૂર જેવી છે.
તે વિનાશની ચાળણીથી પ્રજાઓને ચાળી નાખશે,
લોકોનાં મોં પર લગામ બાંધીને તેઓને આડે રસ્તે ચઢાવી દેશે.+
તમારું દિલ એટલી ખુશીથી છલકાતું હશે,
જાણે કોઈ માણસ વાંસળી વગાડતો વગાડતો*
ઇઝરાયેલના ખડક, યહોવાના પર્વત+ પર ચઢતો હોય.
૩૨ યહોવા એની સામે યુદ્ધમાં બાથ ભીડશે,+
આશ્શૂરને સજા કરવા તે લાકડીના ફટકા મારશે.
લાકડીના દરેક ઘા સાથે
ખંજરી અને વીણાનો અવાજ ગાજી ઊઠશે.+
૩૩ આશ્શૂરનો નાશ કરવા માટે જગ્યાની*+ તૈયારી થઈ ચૂકી છે.
એના રાજા માટે પણ એ જગ્યા તૈયાર કરી દેવાઈ છે.+
ઈશ્વરે* પુષ્કળ લાકડાં અને આગ માટેનો ખાડો
ઊંડો અને પહોળો કર્યો છે.
યહોવાનો શ્વાસ ગંધકના પ્રવાહ જેવો છે,
જે એને આગ ચાંપી દેશે.