-
યહોશુઆ ૧:૭, ૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ “તું હિંમતવાન અને ખૂબ બળવાન થા. મારા સેવક મૂસાએ તને જે નિયમો* આપ્યા છે, એ તું ધ્યાનથી પાળજે. એનાથી ડાબે કે જમણે ફંટાતો નહિ,+ જેથી તું જ્યાં પણ જાય ત્યાં સમજદારીથી વર્તી શકે.+ ૮ આ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહિ.+ તારે રાત-દિવસ એ વાંચવું અને મનન કરવું, જેથી એમાં જે જે લખ્યું છે એ તું સારી રીતે પાળી શકે.+ એમ કરીશ તો જ તું સફળ થઈશ અને સમજદારીથી વર્તી શકીશ.+
-
-
નીતિવચનો ૪:૨૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૭ ડાબે કે જમણે વળતો નહિ,+
બૂરાઈના માર્ગમાં પગ મૂકતો નહિ.
-