ગીતશાસ્ત્ર
સંગીત સંચાલક માટે સૂચન: “મારો નાશ ન થવા દો” ગીતના સૂર પ્રમાણે ગાવું. દાઉદનું ગીત. મિખ્તામ.* દાઉદના ઘર પર ચોકી રાખીને તેને મારી નાખવા શાઉલે માણસો મોકલ્યા, એ વખતનું ગીત.+
૫૯ હે મારા ભગવાન, દુશ્મનોથી મને બચાવો.+
જેઓ મારી સામે થાય છે તેઓથી મારું રક્ષણ કરો.+
૨ જેઓ દુષ્ટતાથી વર્તે છે તેઓથી મને છોડાવો,
હિંસક* માણસોથી મને બચાવો.
૩ હે યહોવા, જુઓ, તેઓ મારો જીવ લેવા ટાંપીને બેઠા છે.+
બળવાન માણસો મારા પર હુમલો કરે છે.
પણ મેં કોઈ ગુનો કર્યો નથી, કોઈ પાપ કર્યું નથી.+
૪ મેં કંઈ ખોટું કર્યું નથી, છતાં તેઓ ઝડપથી હુમલો કરવા તૈયાર થઈ જાય છે.
મારો પોકાર સાંભળીને ઊઠો અને જુઓ.
૫ હે સૈન્યોના ઈશ્વર યહોવા, તમે તો ઇઝરાયેલના ઈશ્વર છો.+
જાગો અને બધી પ્રજાઓ પાસેથી હિસાબ લો.
દગો કરનાર દુષ્ટ માણસને જરાય દયા ન બતાવો.+ (સેલાહ)
૬ તેઓ દરેક સાંજે પાછા આવે છે.+
તેઓ કૂતરાઓની જેમ ઘૂરકે* છે+ અને શહેરમાં આંટાફેરા મારે છે.+
૭ જુઓ, તેઓના મોંમાંથી કેવી વાણી નીકળે છે!
તેઓના હોઠ તલવારો જેવા છે.+
તેઓ કહે છે: “કોણ સાંભળવાનું છે?”+
૮ પણ હે યહોવા, તમે તેઓ પર હસશો.+
તમે બધી પ્રજાઓની મજાક ઉડાવશો.+
૧૦ ઈશ્વર મારા પર અતૂટ પ્રેમ રાખે છે, તે મને સહાય કરશે.+
ઈશ્વરની કૃપાથી હું મારા દુશ્મનો પર જીત મેળવીશ.+
૧૧ મારા લોકો બોધપાઠ લે એ માટે
દુશ્મનોને મારી ન નાખશો, તેઓને ભટકવા દો.
હે યહોવા, અમારી ઢાલ, તમારા પરાક્રમથી તેઓની પડતી લાવો.+
૧૨ તેઓ શ્રાપ આપે છે અને કપટથી બોલે છે.
તેઓના મોંના પાપને લીધે અને હોઠોની વાણીને લીધે,
તેઓને પોતાના અભિમાનમાં સપડાઈ જવા દો.+
૧૩ તમારા કોપમાં તેઓને ભસ્મ કરી નાખો.+
તેઓને મિટાવી દો, જેથી તેઓનું નામનિશાન ન રહે.
તેઓને ખબર પડે કે યાકૂબ પર અને પૃથ્વીના છેડાઓ સુધી ઈશ્વર રાજ કરે છે.+ (સેલાહ)
૧૪ ભલે તેઓ સાંજે પાછા આવે,
ભલે તેઓ કૂતરાઓની જેમ ઘૂરકે* અને શહેરમાં આંટાફેરા મારે,+
૧૫ ભલે તેઓ ખોરાક માટે અહીંતહીં ભટકે,+
પણ તેઓને ધરાવા ન દો અથવા રહેવાની જગ્યા ન આપો.
૧૬ હું તો તમારી શક્તિના ગુણગાન ગાઈશ.+
હું સવારે તમારા અતૂટ પ્રેમ વિશે ઉમંગથી જણાવીશ,
કેમ કે તમે મારો સલામત આશરો છો.+
તમે એવી જગ્યા છો, જેમાં હું આફતના સમયે નાસી જાઉં છું.+