ગીતશાસ્ત્ર
સંગીત સંચાલક માટે સૂચન: યદૂથૂન* પ્રમાણે ગાવું. આસાફનું ગીત.+
૭૭ હું ઈશ્વરને પોકારીશ,
હું મોટા સાદે ઈશ્વરને પોકારીશ અને તે મારું સાંભળશે.+
૨ સંકટ સમયે હું યહોવાની મદદ માંગું છું.+
રાતે થાક્યા વગર હું તેમની આગળ હાથ ફેલાવી રાખું છું,
તોપણ મને દિલાસો મળતો નથી.
૩ હું ઈશ્વરને યાદ કરું છું ત્યારે નિસાસા નાખું છું,+
મારું મન બેચેન છે અને મારામાં શક્તિ રહી નથી.+ (સેલાહ)
૪ તમે મારી નીંદર લઈ લીધી છે,
હું હેરાન-પરેશાન થઈ ગયો છું અને બોલી શકતો નથી.
૫ હું જૂના દિવસો યાદ કરું છું,+
વીતેલાં વર્ષોનો વિચાર કરું છું.
હું આ સવાલોના જવાબ શોધવા મથું છું:
૭ શું યહોવા અમને કાયમ માટે ત્યજી દેશે?+
શું તે ફરી ક્યારેય કૃપા નહિ બતાવે?+
૮ શું તે કાયમ માટે અતૂટ પ્રેમ નહિ બતાવે?
શું તેમણે આપેલું વચન ક્યારેય પૂરું નહિ થાય?
૯ શું ઈશ્વર કૃપા બતાવવાનું ભૂલી ગયા છે?+
શું તેમણે ગુસ્સે ભરાઈને દયા બતાવવાનું છોડી દીધું છે? (સેલાહ)
૧૦ હું આમ કહેતો રહું છું: “મને આ વાતનું ભારે દુઃખ છે કે,*+
સર્વોચ્ચ ઈશ્વરે પોતાનો જમણો હાથ અમારા પરથી ખેંચી લીધો છે.”
૧૧ હું યાહનાં કાર્યો યાદ કરીશ.
વર્ષો અગાઉ તમે કરેલાં અદ્ભુત કામો હું યાદ કરીશ.
૧૩ હે ઈશ્વર, તમારા માર્ગો પવિત્ર છે,
હે ઈશ્વર, તમારા જેવો મહાન ઈશ્વર બીજો કોણ છે?+
૧૪ તમે સાચા ઈશ્વર છો અને અદ્ભુત કામો કરો છો.+
લોકોમાં તમે પોતાનું સામર્થ્ય પ્રગટ કર્યું છે.+
૧૫ તમે તમારી શક્તિથી પોતાના લોકોને છોડાવ્યા છે,+
યાકૂબ અને યૂસફના દીકરાઓને બચાવ્યા છે. (સેલાહ)
૧૬ હે ઈશ્વર, પાણીએ તમને જોયા,
પાણી તમને જોઈને થરથર કાંપવા લાગ્યું.+
ઊંડા પાણીમાં ખળભળાટ મચી ગયો.
૧૭ વાદળોમાંથી મુશળધાર પાણી વરસ્યું.
વાદળોથી ઘેરાયેલા આકાશે ગર્જના કરી,
તીર છૂટે તેમ ચોતરફ વીજળીના ચમકારા થયા.+
૧૮ તમારી ગર્જના+ રથનાં પૈડાઓના ગડગડાટ જેવી હતી.
વીજળીના તેજથી ધરતી ઝગમગી ઊઠી.+
પૃથ્વી હાલી અને કાંપી.+
૧૯ તમારો માર્ગ સમુદ્રમાં થઈને જતો હતો,+
તમારો રસ્તો ઊંડા પાણીમાંથી પસાર થતો હતો,
પણ તમારાં પગલાંનાં નિશાન કોઈને મળ્યાં નહિ.