નીતિવચનો
૨૬ જેમ ઉનાળામાં બરફ અને કાપણીમાં વરસાદ શોભતો નથી,
તેમ મૂર્ખને આદર શોભતો નથી.+
૨ જેમ પક્ષીને અને અબાબીલને ઊડી જવાનું કારણ હોય છે,
તેમ શ્રાપ આપવા માટે પણ કોઈ ને કોઈ કારણ હોય છે.*
૪ મૂર્ખને તેની મૂર્ખાઈ પ્રમાણે જવાબ ન આપ,
નહિતર તારામાં અને તેનામાં શો ફરક રહેશે?*
૫ મૂર્ખને તેની મૂર્ખાઈ પ્રમાણે જવાબ આપ,
જેથી તે પોતાને બહુ બુદ્ધિશાળી ન સમજે.+
૭ મૂર્ખનાં સુવાક્યો લંગડાના પગની* જેમ નકામાં હોય છે.+
૮ મૂર્ખને માન આપવું
ગોફણ સાથે પથ્થર બાંધવા જેવું છે.+
૯ મૂર્ખનાં સુવાક્યો દારૂડિયાના હાથમાં કાંટાની ઝાડી જેવાં છે.
૧૦ મૂર્ખને કે રાહદારીને મજૂરીએ રાખનાર માણસ
આડેધડ તીર ચલાવનાર* તીરંદાજ જેવો છે.
૧૧ જેમ કૂતરો પોતાની ઊલટી ચાટવા પાછો જાય છે,
તેમ મૂર્ખ એકની એક મૂર્ખાઈ વારંવાર કરે છે.+
૧૨ શું તેં એવો કોઈ માણસ જોયો છે, જે પોતાને બહુ બુદ્ધિશાળી સમજે છે?+
એના કરતાં તો મૂર્ખને સુધારવો વધારે સહેલું છે.*
૧૩ આળસુ કહે છે, “રસ્તા પર સિંહ છે,
ચોકમાં સિંહ ઊભો છે!”+
૧૪ જેમ બારણું મિજાગરાં પર ફર્યા કરે છે,
તેમ આળસુ માણસ પથારીમાં આળોટ્યા કરે છે.+
૧૬ આળસુને લાગે છે કે તે બહુ બુદ્ધિશાળી છે,
યોગ્ય જવાબ આપતા સાત માણસો કરતાં પણ બુદ્ધિશાળી છે.
૧૮ ગાંડો માણસ સળગતાં તીર અને જીવલેણ ભાલા ફેંકે છે
૧૯ અને જે માણસ પોતાના પડોશીને છેતરીને કહે છે, “હું તો મજાક કરતો હતો!” તે પેલા ગાંડા જેવો જ છે.+
૨૦ લાકડું ન હોય તો આગ બુઝાઈ જાય છે
અને નિંદાખોર ન હોય તો ઝઘડો શમી જાય છે.+
૨૧ જેમ કોલસો અંગારાને અને લાકડું આગને ભડકાવે છે,
તેમ કજિયાખોર માણસ ઝઘડાની આગ ચાંપે છે.+
૨૪ બીજાઓને ધિક્કારતો માણસ માયાળુ શબ્દો તો બોલે છે,
પણ દિલમાં કપટ ભરી રાખે છે.
૨૫ ભલે તે મીઠી મીઠી વાતો કરે, પણ તેનો ભરોસો ન કર,
કેમ કે તેનું દિલ સાત દુષ્ટ વાતોથી ભરેલું છે.*
૨૬ ભલે તે જૂઠું બોલીને નફરત છુપાવે,
પણ તેની દુષ્ટતા લોકો* આગળ ખુલ્લી પડશે.
૨૭ જે બીજા માટે ખાડો ખોદે છે, તે પોતે જ એમાં પડશે.
જે માણસ પથ્થર ગબડાવે છે, તેના પર જ એ પથ્થર આવી પડશે.+
૨૮ જૂઠાબોલી જીભ એનો ભોગ બનનારને ધિક્કારે છે
અને ખુશામત કરનાર મોં બરબાદી લાવે છે.+