ઝખાર્યા
૨ મેં નજર ઊંચી કરીને જોયું તો એક માણસ પોતાના હાથમાં માપવાની દોરી લઈને ઊભો હતો.+ ૨ મેં તેને પૂછ્યું: “તું ક્યાં જાય છે?”
તેણે કહ્યું: “હું યરૂશાલેમની પહોળાઈ અને લંબાઈ માપવા જાઉં છું.”+
૩ અને જુઓ! મારી સાથે વાત કરનાર દૂત ત્યાંથી ગયો અને બીજો એક દૂત તેને મળવા આવ્યો. ૪ એ દૂતે તેને કહ્યું: “દોડીને જા અને પેલા યુવાન માણસને કહે, ‘“યરૂશાલેમમાં રહેવાસીઓ અને ઢોરઢાંકની સંખ્યા એટલી વધશે કે એ કોટ વગરના શહેર જેવું થઈ જશે.”+ ૫ યહોવા કહે છે, “હું એની ફરતે અગ્નિનો કોટ બનીશ+ અને મારા ગૌરવથી એને ભરી દઈશ.”’”+
૬ યહોવા એલાન કરે છે, “આવો! આવો! તમે ઉત્તરના દેશમાંથી નાસી આવો!”+
“કેમ કે મેં તમને ચારેય દિશાઓમાં* વિખેરી નાખ્યા છે,”+ એવું યહોવા કહે છે.
૭ “હે સિયોન, તું બાબેલોનની દીકરી સાથે રહે છે, તું ત્યાંથી બહાર નીકળી આવ!+ ૮ મહિમા મેળવ્યા પછી ઈશ્વરે મને એ પ્રજાઓમાં મોકલ્યો, જેઓએ તમને લૂંટી લીધા હતા.+ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘જે તમને અડકે છે, તે મારી આંખની કીકીને* અડકે છે.+ ૯ હવે હું તેઓ સામે મારો હાથ ઉગામીશ અને તેઓના જ ચાકરો તેઓને લૂંટી લેશે.’+ ત્યારે તમે નક્કી જાણશો કે સૈન્યોના ઈશ્વર યહોવાએ મને મોકલ્યો છે.
૧૦ “હે સિયોનની દીકરી,+ તું ખુશીનો પોકાર કર! કેમ કે હું આવી રહ્યો છું,+ હું તારી વચ્ચે રહીશ,”+ એવું યહોવા કહે છે. ૧૧ “એ દિવસે ઘણી પ્રજાઓ યહોવા સાથે જોડાશે.+ તેઓ મારા લોકો બનશે અને હું તેઓની વચ્ચે રહીશ.” ત્યારે તમારે સ્વીકારવું પડશે કે સૈન્યોના ઈશ્વર યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે. ૧૨ પવિત્ર જમીન પર યહૂદાને પોતાનો હિસ્સો માનીને યહોવા એને કબજે કરશે અને યરૂશાલેમને ફરીથી પસંદ કરશે.+ ૧૩ હે લોકો, તમે યહોવા આગળ ચૂપ રહો, કેમ કે પગલાં ભરવા તે પોતાના પવિત્ર રહેઠાણમાંથી આવી રહ્યા છે.