મીખાહ
શું ઇન્સાફ કરવો તમારી ફરજ નથી?
૨ પણ તમે તો ભલાઈને ધિક્કારો છો+ અને બૂરાઈને ચાહો છો.+
તમે મારા લોકોની ચામડી ઉતારી લો છો અને તેઓનાં હાડકાં પરથી માંસ ખેંચી કાઢો છો.+
૩ તમે મારા લોકોનું માંસ ખાઓ છો.+
તમે તેઓની ચામડી ઉતારી લો છો.
જેમ હાંડલામાં માંસ રાંધવા એના ટુકડા કરવામાં આવે છે,
તેમ તમે મારા લોકોનાં હાડકાં ભાંગીને એનાં ટુકડે-ટુકડા કરી નાખો છો.+
૪ એ સમયે તમે યહોવાને મદદ માટે પોકાર કરશો,
પણ તે જવાબ આપશે નહિ.
૫ પ્રબોધકો* મારા લોકોને ખોટા માર્ગે દોરે છે.+
તેઓને ખોરાક આપવામાં આવે*+ ત્યારે તેઓ પોકાર કરે છે, ‘શાંતિ છે!’+
પણ કોઈ તેઓના મોંમાં ખોરાક ન મૂકે તો તેઓ તેની સામે યુદ્ધે ચઢે છે.
એવા પ્રબોધકોને યહોવા કહે છે:
પ્રબોધકો પર સૂર્ય આથમી જશે
અને દિવસ અંધકારમાં ફેરવાઈ જશે.+
ઈશ્વર તેઓનું સાંભળતા નથી,
એટલે શરમના માર્યા તેઓ પોતાનું મોં* ઢાંકી દેશે.’”
મને બળ, ન્યાય અને હિંમતથી ભરપૂર કર્યો છે,
જેથી હું યાકૂબને તેના ગુના* વિશે અને ઇઝરાયેલને તેના પાપ વિશે જણાવી શકું.
૯ હે યાકૂબના ઘરના મુખીઓ,
હે ઇઝરાયેલના ઘરના આગેવાનો, સાંભળો.+
તમે ઇન્સાફને ધિક્કારો છો અને ન્યાય ઊંધો વાળો છો.+
૧૦ તમે લોહીની નદીઓ વહેવડાવીને સિયોન બાંધ્યું છે,
અન્યાય કરીને યરૂશાલેમ બાંધ્યું છે.+
૧૧ તેના આગેવાનો* લાંચ લઈને ઇન્સાફ કરે છે,+
તેના યાજકો* પૈસા લઈને સલાહ આપે છે,+
તેના પ્રબોધકો ચાંદી લઈને જોષ જુએ છે.+
તોપણ તેઓ યહોવા પર આધાર રાખીને* કહે છે:
“શું યહોવા આપણી સાથે નથી?+
આપણા પર કોઈ આફત નહિ આવે.”+