મીખાહ
૨ “અફસોસ છે તેઓને, જેઓ કાવતરું ઘડે છે
અને પથારીમાં પડ્યાં પડ્યાં કાવાદાવા કરે છે!
સવાર પડતાં જ તેઓ એને અમલમાં મૂકે છે,
કેમ કે એમ કરવું તેઓના હાથમાં છે.+
૨ તેઓને ખેતર જોઈતું હોય તો એને પચાવી પાડે છે.+
તેઓને ઘર ગમી જાય તો એને પડાવી લે છે.+
તેઓ છેતરપિંડીથી બીજાનું ઘર અને વારસો છીનવી લે છે.
૩ યહોવા કહે છે:
‘મેં તમારા પર વિપત્તિ લાવવાનો નિર્ણય લીધો છે,+ એમાંથી તમે છટકી શકશો નહિ.+
તમે અભિમાનથી ફુલાઈને ચાલી શકશો નહિ,+ કેમ કે એ વિપત્તિનો સમય હશે.+
૪ એ દિવસે લોકો તમારા વિશે કહેવત કહેશે.
તેઓ તમારા માટે મોટેથી વિલાપ કરશે.+
તેઓ કહેશે: “આપણે તો સાવ બરબાદ થઈ ગયા છીએ!+
૫ યહોવાના મંડળમાં* એવું કોઈ નહિ હોય,
જે દોરીથી દેશ માપીને વહેંચી આપે.
૬ તેઓ કહે છે: “પ્રચાર બંધ કરો!
આ બધી વાતોનો પ્રચાર ન કરો.
આપણે શરમાવું નહિ પડે!”
૭ હે યાકૂબના વંશજો, લોકો કહે છે:
“શું યહોવાની* ધીરજ ખૂટી ગઈ છે?
શું તે ખરેખર એવું કરશે?”
શું મારા સંદેશાથી નેક માણસનું ભલું નથી થતું?
૮ પણ થોડા વખતથી મારા જ લોકો દુશ્મનની જેમ મારી સામા થયા છે.
તમે એવા મુસાફરોને ખુલ્લેઆમ લૂંટો છો, જેઓ યુદ્ધમાંથી પાછા ફરેલા સૈનિકોની જેમ ડર્યા વગર ચાલે છે.
તમે તેઓનાં કપડાંની સાથે* એની સુંદર વસ્તુ ઉતારી લો છો.
૯ તમે મારા લોકોની સ્ત્રીઓને તેઓનાં આરામદાયક ઘરોમાંથી કાઢી મૂકો છો.
તમે તેઓનાં બાળકો પાસેથી મારા ભવ્ય આશીર્વાદો કાયમ માટે છીનવી લો છો.
૧૦ ઊભા થાઓ અને જાઓ, કેમ કે આ દેશ આરામ કરવા લાયક રહ્યો નથી.
એ અશુદ્ધ થઈ ગયો છે,+ એના પર વિનાશ આવી પડશે, હા, ભયંકર વિનાશ!+
૧૧ જો કોઈ માણસ નકામી અને કપટી વાતો પાછળ જાય અને જૂઠું બોલે કે,
“હું દ્રાક્ષદારૂ અને શરાબ વિશે સંદેશો જણાવીશ,”
તો તે એવો સંદેશવાહક છે, જે બસ લોકોને ખુશ કરવા સંદેશો જણાવે છે!+
૧૨ હે યાકૂબ, હું તારા બધા લોકોને ભેગા કરીશ.
ઇઝરાયેલના બાકી રહેલા લોકોને હું એકઠા કરીશ.+
વાડાનાં ઘેટાંની જેમ અને મેદાનમાં ચરતાં ઘેટાંનાં ટોળાંની જેમ,
હું તેઓને એકતામાં લાવીશ.+
એ જગ્યા લોકોના અવાજથી ગુંજી ઊઠશે.’+
૧૩ દીવાલમાં બાકોરું પાડનાર તેઓની આગળ જશે.
તેઓ એ બાકોરું મોટું કરશે અને એમાંથી બહાર નીકળી જશે.+
તેઓનો રાજા તેઓની આગળ ચાલશે
અને યહોવા એ બધાની આગેવાની લેશે.”+