નહેમ્યા
૧૩ પછી મૂસાના પુસ્તકમાંથી લોકોને વાંચી સંભળાવવામાં આવ્યું.+ એમાં લખ્યું હતું કે, કોઈ આમ્મોની કે મોઆબી+ સાચા ઈશ્વરના મંડળનો ભાગ ન બને.+ ૨ કેમ કે તેઓએ ઇઝરાયેલીઓને ખોરાક-પાણી આપ્યાં ન હતાં, તેઓએ શ્રાપ આપવા બલામને પૈસા આપીને રોક્યો હતો.+ પણ આપણા ઈશ્વરે એ શ્રાપને આશીર્વાદમાં ફેરવી દીધો.+ ૩ લોકોએ નિયમશાસ્ત્રમાંથી સાંભળ્યું ત્યારે, તેઓએ પોતાને પરદેશીઓથી* અલગ કર્યા.+
૪ એ પહેલાં એલ્યાશીબ+ યાજક આપણા ઈશ્વરના મંદિરના* કોઠારની*+ દેખરેખ રાખતો હતો. તે ટોબિયાનો+ સગો હતો. ૫ તેણે ટોબિયાને કોઠારનો એક મોટો ઓરડો* આપ્યો હતો. પહેલાં એ ઓરડામાં અનાજ-અર્પણ, લોબાન* અને વાસણો રાખવામાં આવતાં હતાં. એમાં અનાજનો દસમો ભાગ, નવો દ્રાક્ષદારૂ અને તેલ+ પણ રાખવામાં આવતાં, જે લેવીઓ,+ ગાયકો અને દરવાનોનો હિસ્સો હતો. એમાં યાજકોનું દાન પણ રાખવામાં આવતું હતું.+
૬ એ બધું થયું ત્યારે હું યરૂશાલેમમાં ન હતો. રાજા આર્તાહશાસ્તાના રાજના+ ૩૨મા વર્ષે+ હું રાજા પાસે પાછો ગયો હતો. થોડા સમય પછી મેં રાજા પાસે મંજૂરી માંગી ૭ અને યરૂશાલેમ પાછો આવ્યો. મારા ધ્યાનમાં આવ્યું કે એલ્યાશીબે+ ખૂબ જ દુષ્ટ કામ કર્યું છે. તેણે સાચા ઈશ્વરના મંદિરના આંગણામાં ટોબિયાને+ એક ઓરડો આપ્યો છે. ૮ એ જોઈને મારું લોહી ઊકળી ઊઠ્યું અને મેં ટોબિયાનો બધો સામાન ઓરડામાંથી* બહાર ફેંકી દીધો. ૯ પછી મેં ઓરડાઓ* શુદ્ધ કરવાનો હુકમ આપ્યો. મેં સાચા ઈશ્વરના મંદિરનાં વાસણો, અનાજ-અર્પણ અને લોબાન+ ત્યાં પાછાં મૂક્યાં.+
૧૦ મને એ પણ જાણવા મળ્યું કે લેવીઓને તેઓનો હિસ્સો+ આપવામાં આવ્યો ન હતો.+ એટલે લેવીઓ અને ગાયકો પોતાની સેવા છોડીને પોતપોતાનાં ખેતરોમાં કામ કરવા ચાલ્યા ગયા હતા.+ ૧૧ મેં ઉપઅધિકારીઓને ઠપકો આપ્યો+ અને કહ્યું: “તમે કેમ સાચા ઈશ્વરના મંદિરને ત્યજી દીધું છે?”+ જેઓ સેવા છોડીને ચાલ્યા ગયા હતા, તેઓને મેં ભેગા કર્યા અને તેઓની જવાબદારી પાછી સોંપી. ૧૨ પછી યહૂદાના બધા લોકો અનાજનો, નવા દ્રાક્ષદારૂનો અને તેલનો દસમો ભાગ+ કોઠારના ઓરડામાં લાવ્યા.+ ૧૩ મેં શેલેમ્યા યાજકને, સાદોક શાસ્ત્રીને* અને પદાયા લેવીને કોઠારના ઓરડાની દેખરેખની જવાબદારી સોંપી. માત્તાન્યાના દીકરા ઝાક્કૂરનો દીકરો હાનાન તેઓનો મદદગાર હતો. એ માણસો ભરોસાપાત્ર હતા. તેઓની જવાબદારી હતી કે તેઓ પોતાના ભાઈઓને હિસ્સો વહેંચી આપે.
૧૪ હે મારા ઈશ્વર, મને યાદ રાખો.+ તમારા મંદિર માટે અને એની સેવા* માટે મેં જે કામો કરીને અતૂટ પ્રેમ* બતાવ્યો છે, એને તમારી યાદમાંથી ભૂંસી ન નાખો.+
૧૫ એ દિવસોમાં મેં યહૂદામાં લોકોને સાબ્બાથના દિવસે દ્રાક્ષો ખૂંદતા જોયા.+ તેઓ અનાજના ઢગલા કરતા હતા અને એને ગધેડાં પર લાદીને લાવતા હતા. તેઓ દ્રાક્ષદારૂ, દ્રાક્ષો, અંજીર અને દરેક પ્રકારનો માલ-સામાન યરૂશાલેમમાં લાવતા હતા.+ મેં તેઓને ચેતવણી આપી કે એ દિવસે કોઈ માલ-સામાન ન વેચે.* ૧૬ યરૂશાલેમમાં રહેતા તૂરના લોકો માછલીઓ અને બીજો માલ-સામાન લાવીને સાબ્બાથના દિવસે યહૂદા અને યરૂશાલેમના લોકોને વેચતા હતા.+ ૧૭ મેં યહૂદાના અધિકારીઓને ખખડાવ્યા અને કહ્યું: “તમે આ કેવું દુષ્ટ કામ કરો છો? તમે તો સાબ્બાથના દિવસને ભ્રષ્ટ કરો છો! ૧૮ શું તમારા બાપદાદાઓએ પણ આવું જ કર્યું ન હતું? તેઓના લીધે જ ઈશ્વર આપણા પર અને આ શહેર પર આફતો લાવ્યા હતા. હવે તમે પણ સાબ્બાથને ભ્રષ્ટ કરીને+ ઇઝરાયેલ પર ઈશ્વરનો ગુસ્સો વધારી રહ્યા છો.”
૧૯ યરૂશાલેમના દરવાજા પર અંધારું છવાઈ રહ્યું હતું. સાબ્બાથનો દિવસ શરૂ થાય એ પહેલાં મેં દરવાજા બંધ કરવાનો હુકમ આપ્યો. મેં તેઓને જણાવ્યું કે સાબ્બાથનો દિવસ પૂરો ન થાય ત્યાં સુધી દરવાજા ખોલવા નહિ. મેં મારા સેવકોને દરવાજા પર ઊભા રાખ્યા, જેથી સાબ્બાથના દિવસે કોઈ પણ માલ-સામાન શહેરની અંદર લાવવામાં ન આવે. ૨૦ એટલે એકાદ બે વાર એવું પણ બન્યું કે વેપારીઓએ અને માલ-સામાન વેચનારાઓએ યરૂશાલેમની બહાર રાત વિતાવવી પડી. ૨૧ મેં તેઓને કડક શબ્દોમાં ચેતવણી આપી: “તમે કેમ આખી રાત કોટની બહાર પડ્યા રહો છો? જો તમે ફરીથી આવું કર્યું, તો હું તમને ધક્કા મારીને કાઢી મૂકીશ.” એ પછી તેઓ ક્યારેય સાબ્બાથના દિવસે આવ્યા નહિ.
૨૨ મેં લેવીઓને કહ્યું કે તેઓ સાબ્બાથના દિવસને પવિત્ર રાખવા+ નિયમિત રીતે પોતાને શુદ્ધ કરે અને દરવાજે પહેરો ભરે. હે મારા ઈશ્વર, મારું આ કામ યાદ રાખજો, મારા પર દયા કરજો, કેમ કે તમે અતૂટ પ્રેમના* સાગર છો.+
૨૩ એ દિવસોમાં મને એ પણ જાણ થઈ કે યહૂદીઓએ આશ્દોદી,+ આમ્મોની અને મોઆબી+ સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં છે.*+ ૨૪ તેઓના દીકરાઓમાંથી અડધા એવા હતા, જેઓ આશ્દોદી ભાષા બોલતા હતા અને બાકીના દીકરાઓ બીજા લોકોની ભાષા બોલતા હતા. પણ તેઓમાંથી કોઈને યહૂદીઓની ભાષા આવડતી ન હતી. ૨૫ મેં એ યહૂદીઓને ઠપકો આપ્યો અને કડક શબ્દોમાં ચેતવણી આપી. મેં તેઓમાંથી અમુકને માર માર્યો+ અને તેઓના વાળ ખેંચી કાઢ્યા. મેં તેઓને કહ્યું: “ઈશ્વરના સમ ખાઈને કહો કે તમે તેઓની દીકરીઓ સાથે લગ્ન કરશો નહિ. તમે તેઓનાં દીકરા-દીકરીઓ સાથે તમારાં દીકરા-દીકરીઓને પરણાવશો નહિ.+ ૨૬ શું એ જ કારણે ઇઝરાયેલનો રાજા સુલેમાન પણ પાપ કરી બેઠો ન હતો? કોઈ પણ દેશમાં તેના જેવો રાજા ન હતો.+ તેના ઈશ્વર તેને ખૂબ ચાહતા હતા,+ એટલે તેમણે તેને આખા ઇઝરાયેલ પર રાજા બનાવ્યો હતો. પણ તેની પરદેશી પત્નીઓએ તેની પાસે પાપ કરાવ્યું.+ ૨૭ હવે તમે પણ પરદેશી સ્ત્રીઓને પરણીને ઈશ્વરને બેવફા બની રહ્યા છો. તમે કેમ આવું મહાપાપ કરો છો?”+
૨૮ પ્રમુખ યાજક એલ્યાશીબના+ દીકરા યોયાદાના+ એક દીકરાએ બેથ-હોરોનના સાન્બાલ્લાટની+ દીકરી સાથે લગ્ન કર્યું હતું. એટલે મેં તેને મારી આગળથી કાઢી મૂક્યો.
૨૯ હે મારા ઈશ્વર, તેઓએ પોતાનું યાજકપદ ભ્રષ્ટ કર્યું છે. તેઓએ લેવીઓ અને યાજકો સાથે કરેલો કરાર તોડ્યો છે.+ તેઓનું એ દુષ્ટ કામ તમે યાદ રાખજો.
૩૦ મેં તેઓને પરદેશી લોકોની દરેક ખરાબ અસરથી શુદ્ધ કર્યા. મેં યાજકો અને લેવીઓને પોતપોતાની જવાબદારીઓ પાછી સોંપી.+ ૩૧ મેં ગોઠવણ કરી કે ઠરાવેલા સમયે લાકડાં+ અને પ્રથમ ફળો* મળી રહે.