આમોસ
૫ “હે ઇઝરાયેલના લોકો, તમે આ સંદેશો સાંભળો, જે હું વિલાપગીત* તરીકે સંભળાવું છું:
૨ ‘કુંવારી ઇઝરાયેલ પડી ગઈ છે,
તે ફરી ઊભી થઈ શકતી નથી.
તેને પોતાના જ દેશમાં ત્યજી દેવામાં આવી છે,
તેને ઊભી કરનાર કોઈ નથી.’
૩ “વિશ્વના માલિક યહોવા કહે છે:
‘જો કોઈ શહેર હજાર સૈનિકો લઈને યુદ્ધમાં જાય, તો એમાંથી ફક્ત સો બચશે,
અને જો સો સૈનિકો લઈને યુદ્ધમાં જાય, તો ફક્ત દસ બચશે.
ઇઝરાયેલના ઘરના એવા જ હાલ થશે.’+
૪ “ઇઝરાયેલના લોકોને યહોવા કહે છે:
‘મારી પાસે પાછા ફરો અને જીવતા રહો.+
ગિલ્ગાલ ન જાઓ,+ સરહદ પાર કરીને બેર-શેબા ન જાઓ,+
કેમ કે ગિલ્ગાલ ચોક્કસ ગુલામીમાં જશે+
અને બેથેલનું નામનિશાન ભૂંસાઈ જશે.*
૬ યહોવા પાસે પાછા ફરો અને જીવતા રહો,+
નહિતર તે યૂસફના ઘર પર આગની જેમ સળગી ઊઠશે,
અને બેથેલને ભસ્મ કરી દેશે.
એ આગ હોલવનાર કોઈ નહિ હોય.
૭ તમે ન્યાયને એકદમ કડવો* બનાવી દો છો
અને નેકીને* પગ નીચે ખૂંદી નાખો છો.+
૮ જે ઈશ્વરે કીમાહ* અને કેસીલ* નક્ષત્ર બનાવ્યાં છે,+
જે ઈશ્વર ગાઢ અંધકારને સવારમાં ફેરવી દે છે,
જે ઈશ્વર દિવસને કાળી રાત બનાવી દે છે,+
જે ઈશ્વર સમુદ્રના પાણીને બોલાવે છે,
અને એને ધરતીની સપાટી પર વરસાવે છે,+
એ ઈશ્વરનું નામ યહોવા છે.
૯ તે બળવાનનો અચાનક નાશ કરી દેશે
અને કોટવાળી જગ્યાઓનો વિનાશ કરી દેશે.
૧૦ શહેરના દરવાજે ઠપકો આપનારને તમે નફરત કરો છો
અને સાચું બોલનારને* તમે ધિક્કારો છો.+
૧૧ તમે ગરીબ પાસેથી ખેતરનું ભાડું* માંગો છો
અને તેની પાસેથી અનાજ લઈને કર વસૂલો છો.+
ઘડેલા પથ્થરથી તમે ઘરો તો બાંધ્યાં છે, પણ એમાં રહી શકશો નહિ+
અને તમે ઉત્તમ દ્રાક્ષાવાડીઓ તો રોપી છે, પણ એનો દ્રાક્ષદારૂ પી શકશો નહિ.+
૧૨ હું જાણું છું કે તમે કેટલા ગુના કર્યા છે*
અને કેટલાં મોટાં પાપ કર્યાં છે.
તમે નેક માણસને હેરાન કરો છો,
તમે લાંચ* લો છો,
અને તમે શહેરના દરવાજે ગરીબનો હક છીનવી લો છો.+
૧૩ એ સમયે સમજુ માણસ ચૂપ રહેશે,
કેમ કે એ આફતનો સમય હશે.+
૧૪ ખરાબ નહિ, સારું કરો,+
જેથી તમે જીવતા રહો.+
પછી તમે દાવો કરો છો તેમ,
સૈન્યોના ઈશ્વર યહોવા કદાચ તમારી સાથે રહેશે.+
૧૫ બૂરાઈને ધિક્કારો અને ભલાઈને ચાહો,+
શહેરના દરવાજે ખરો ન્યાય તોળી આપો.+
એવું કરશો તો કદાચ સૈન્યોના ઈશ્વર યહોવા
યૂસફના બાકી રહેલાઓને કૃપા બતાવશે.’+
૧૬ “યહોવા, હા સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે:
‘બધા ચોકમાં વિલાપનો પોકાર સંભળાશે,
ગલીએ ગલીએ તેઓ કહેશે, “હાય, હાય!”
શોક પાળવા તેઓ ખેડૂતોને બોલાવશે
અને વિલાપ કરવા લોકોને ભાડે રાખશે.’
૧૭ ‘દરેક દ્રાક્ષાવાડીમાં રડારોળ થશે,+
કેમ કે તમને સજા કરવા હું તમારી વચ્ચેથી પસાર થઈશ,’ એવું યહોવા કહે છે.
૧૮ ‘યહોવાના દિવસની આતુરતાથી રાહ જુએ છે, તેઓને અફસોસ!+
યહોવાનો દિવસ તમારા માટે કેવો હશે?+
એ અંધકારનો દિવસ હશે, અજવાળાનો નહિ.+
૧૯ એ દિવસે એવું બનશે કે એક માણસ સિંહથી બચીને ભાગી રહ્યો હશે, એવામાં રીંછ તેની સામે આવી જશે,
અને તે ઘરે પહોંચીને દીવાલે હાથ ટેકવશે, એવામાં સાપ તેને કરડી જશે.
૨૦ યહોવાનો દિવસ પ્રકાશનો નહિ, પણ અંધકારનો દિવસ હશે.
એ અજવાળાનો નહિ, પણ ગાઢ અંધકારનો દિવસ હશે.
૨૧ મને તમારા તહેવારો જરાય ગમતા નથી, હું એને ધિક્કારું છું.+
ખાસ સંમેલનોમાં* તમે જે અર્પણો ચઢાવો છો, એની સુવાસથી હું જરાય ખુશ થતો નથી.
૨૨ ભલે તમે મને ભેટ-અર્પણો કે આખેઆખાં અગ્નિ-અર્પણો* ચઢાવો,
હું એનાથી પ્રસન્ન થઈશ નહિ.+
શાંતિ-અર્પણોમાં* ચઢાવેલાં તાજાં-માજાં પ્રાણીઓનો હું સ્વીકાર કરીશ નહિ.+
૨૩ તમારાં ગીતોનો ઘોંઘાટ બંધ કરો.
તમારાં વાજિંત્રોના* સંગીતથી મારા કાન પાકી ગયા છે.+
૨૪ ન્યાયને પાણીની જેમ+
અને નેકીને કાયમ વહેતા ઝરણાની જેમ વહેવા દો.
૨૫ હે ઇઝરાયેલના લોકો, ૪૦ વર્ષ દરમિયાન વેરાન પ્રદેશમાં
શું તમે મારા માટે બલિદાનો કે ભેટ-અર્પણો લાવ્યા હતા?+
૨૬ હવે તમારે તમારા સિક્કૂથ રાજાને અને કીયૂનને,*
એટલે કે તમારા તારા-દેવતાને લઈ જવો પડશે, જેની તમે પોતાના માટે મૂર્તિઓ બનાવી છે.
૨૭ હું તમને દમસ્કથી પણ દૂર ગુલામીમાં મોકલીશ.’+ આ વાત તેમણે કહી છે, જેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે.”+