ગીતશાસ્ત્ર
દાઉદનું ગીત.
૨૯ હે શૂરવીરોના દીકરાઓ, યહોવાની સ્તુતિ કરો,
તેમનાં મહિમા અને બળ માટે યહોવાની સ્તુતિ કરો.+
૨ યહોવાના નામને શોભે એવો મહિમા તેમને આપો.
પવિત્ર શણગાર સજીને* યહોવાને નમન* કરો.
૩ યહોવાનો અવાજ વાદળો* પર સંભળાય છે.
ગૌરવશાળી ઈશ્વર ગર્જના કરે છે.+
યહોવા કાળાં કાળાં વાદળો ઉપર છે.+
૪ યહોવાનો અવાજ શક્તિશાળી છે.+
યહોવાનો અવાજ પ્રભાવશાળી છે.
૫ યહોવાનો અવાજ દેવદારનાં ઝાડને ચીરી નાખે છે.
હા, યહોવા લબાનોનના દેવદારના ટુકડે-ટુકડા કરી નાખે છે.+
૭ યહોવા બોલે છે અને આગની જ્વાળાઓ ભડકી ઊઠે છે.+
૯ યહોવાના અવાજથી હરણીઓ કાંપી ઊઠીને બચ્ચાંને જન્મ આપી દે છે
અને જંગલો ઉજ્જડ થઈ જાય છે.+
તેમના મંદિરમાં બધા કહે છે: “ઈશ્વરનો મહિમા થાઓ!”
૧૦ યહોવા પૂરના પાણી* પર બિરાજે છે.+
યહોવા કાયમ માટે રાજાધિરાજ તરીકે સિંહાસન પર બેસે છે.+
૧૧ યહોવા પોતાના લોકોને બળ આપશે.+
યહોવા પોતાના લોકોને શાંતિનો આશીર્વાદ આપશે.+