ગીતશાસ્ત્ર
બીજું પુસ્તક
(ગીતશાસ્ત્ર ૪૨-૭૨)
સંગીત સંચાલક માટે સૂચન. કોરાહના દીકરાઓનું ગીત.+ માસ્કીલ.*
૪૨ જેમ હરણ પાણીનાં ઝરણાં માટે તરસે છે,
તેમ હે ઈશ્વર, હું તમારા માટે તરસું છું.
૨ હું ઈશ્વર માટે, હા, જીવતા ઈશ્વર માટે તલપું છું.+
હું ક્યારે ઈશ્વરના દર્શન કરી શકીશ?+
૩ હું રાત-દિવસ આંસુ પીને પેટ ભરું છું.
આખો દિવસ લોકો મને મહેણાં મારે છે: “ક્યાં છે તારો ભગવાન?”+
૪ હું આ બધું યાદ કરતાં કરતાં મારું દિલ ઠાલવું છું:
એક સમય એવો હતો જ્યારે હું લોકોના ટોળા સાથે ચાલતો;
લોકો ખુશી મનાવતા અને આભાર-સ્તુતિ ગાતાં ગાતાં તહેવાર ઊજવતા.+
હું આગળ આગળ ચાલીને પૂરા ભક્તિભાવથી*
તેઓને ઈશ્વરના મંદિરે દોરી જતો.
મારા મનમાં કેમ ઊથલ-પાથલ મચી છે?
૬ હે મારા ઈશ્વર, હું નિરાશ છું.+
૭ તમારા પાણીના ધોધનો અવાજ સાંભળીને
ઊંડા પાણીને ઊંડા પાણી બોલાવે છે.
તમારાં ઊછળતાં મોજાં મારા પર ફરી વળ્યાં છે.+
૮ દિવસે યહોવા પોતાનો અતૂટ પ્રેમ મારા પર વરસાવશે,
રાતે તેમનું ગીત મારે હોઠે રમશે,
જીવનદાતા ઈશ્વરને મારી પ્રાર્થના જશે.+
૯ હું મારા ભગવાનને, મારા ખડકને કહીશ:
“તું મને કેમ વીસરી ગયો છે?+
મારા વેરીના જુલમને લીધે મારે કેમ ઉદાસ થઈને ફરવું પડે છે?”+
૧૦ મારો જીવ લેવા માંગતા* દુશ્મનો મને ટોણાં મારે છે.
આખો દિવસ તેઓ મને મહેણાં મારે છે: “ક્યાં છે તારો ભગવાન?”+
૧૧ હું કેમ નિરાશ છું?
મારા મનમાં કેમ ઊથલ-પાથલ મચી છે?