ગીતશાસ્ત્ર
સંગીત સંચાલક માટે સૂચન. “મારો નાશ ન થવા દો” ગીતના સૂર પ્રમાણે ગાવું. આસાફનું ગીત.+
૭૫ અમે તમારો આભાર માનીએ છીએ, હે ઈશ્વર, અમે તમારો અહેસાન માનીએ છીએ.
૨ તમે કહો છો: “હું સમય નક્કી કરું છું
અને અદ્દલ ઇન્સાફ કરું છું.
૩ પૃથ્વી અને એના રહેવાસીઓ ડરથી કાંપવા* લાગ્યા ત્યારે,
મેં જ પૃથ્વીના પાયા અડગ રાખ્યા હતા.” (સેલાહ)
૪ પછી મેં અભિમાનીને કહ્યું: “ડંફાસ ન માર.”
દુષ્ટને કહ્યું: “તારાં બાવડાંના જોર પર ઘમંડ ન કર.*
૬ પૂર્વથી કે પશ્ચિમથી કે દક્ષિણથી
માન-સન્માન આવતું નથી.
૮ યહોવાના હાથમાં એક પ્યાલો છે.+
એ મસાલેદાર દ્રાક્ષદારૂથી ભરેલો છે અને ઊભરાઈ રહ્યો છે.
તે ચોક્કસ એ રેડી દેશે
અને પૃથ્વીના બધા દુષ્ટો એ પીશે, છેક તળિયાનો રગડો પણ પી જશે.”+
૯ પણ હું હંમેશાં ઈશ્વરનાં કામો વિશે જણાવીશ
અને યાકૂબના ઈશ્વરના ગુણગાન ગાઈશ.*
૧૦ ઈશ્વર કહે છે: “હું દુષ્ટોની તાકાત મિટાવી દઈશ.*
પણ નેક લોકોની તાકાત વધારીશ.”*