આમોસ
૨ “યહોવા કહે છે,
‘“મોઆબે વારંવાર* ગુના કર્યા છે,*+ એટલે હું તેને સજા કર્યા વગર છોડીશ નહિ.
ચૂનો મેળવવા તેણે અદોમના રાજાનાં હાડકાં બાળી નાખ્યાં છે.
૨ હું મોઆબ પર અગ્નિ મોકલીશ,
એ કરીયોથના કિલ્લાઓને ભસ્મ કરી દેશે.+
ભારે ઘોંઘાટ વચ્ચે,
યુદ્ધના પોકાર અને રણશિંગડાના અવાજ વચ્ચે મોઆબ માર્યો જશે.+
૩ હું તેના શાસકને* દૂર કરીશ,
તેની સાથે તેના બધા અધિકારીઓને* પણ મારી નાખીશ,”+ એવું યહોવા કહે છે.’
૪ યહોવા કહે છે,
‘યહૂદાએ વારંવાર* ગુના કર્યા છે,+ એટલે હું તેને સજા કર્યા વગર છોડીશ નહિ.
તેઓએ યહોવાના નિયમ* મુજબ ચાલવાની ના પાડી છે
અને તેમની આજ્ઞાઓ પાળી નથી,+
તેઓના બાપદાદાઓ જે જૂઠાણાં પાછળ ચાલ્યા હતા, એ જ જૂઠાણાં પાછળ ચાલીને તેઓ ભટકી ગયા છે.+
૫ હું યહૂદા પર અગ્નિ મોકલીશ,
એ યરૂશાલેમના કિલ્લાઓને ભસ્મ કરી દેશે.’+
૬ યહોવા કહે છે,
‘ઇઝરાયેલે વારંવાર* ગુના કર્યા છે,+ એટલે હું તેને સજા કર્યા વગર છોડીશ નહિ.
ચાંદી માટે તેઓ નિર્દોષને વેચી દે છે
અને ચંપલની જોડ માટે તેઓ ગરીબને વેચી દે છે.+
૭ તેઓ દીન-દુખિયાનું માથું ધૂળમાં રગદોળે છે+
અને નમ્ર લોકોનો માર્ગ રોકી દે છે.+
બાપ-દીકરો એક જ યુવતી સાથે જાતીય સંબંધ બાંધે છે,
આમ તેઓ મારા પવિત્ર નામનું અપમાન કરે છે.
૮ ગીરવે લીધેલાં વસ્ત્રને+ તેઓ વેદીઓ*+ આગળ પાથરે છે અને એના પર સૂઈ જાય છે,
દંડમાં મળેલા પૈસાથી તેઓ દ્રાક્ષદારૂ ખરીદે છે અને પોતાના દેવોના મંદિરમાં* એ પીએ છે.’
૯ ‘પણ મેં તમારી આગળથી અમોરીઓને હાંકી કાઢ્યા,+
જેઓ દેવદાર જેવા ઊંચા અને ઓક વૃક્ષ જેવા મજબૂત હતા.
મેં ઉપરથી તેઓના ફળનો અને નીચેથી તેઓના મૂળનો નાશ કર્યો.+
૧૦ હું તમને ઇજિપ્તમાંથી* બહાર કાઢી લાવ્યો,+
૪૦ વર્ષ સુધી મેં તમને વેરાન પ્રદેશમાં દોર્યા,+
જેથી તમે અમોરીઓનો દેશ કબજે કરી શકો.
૧૧ મેં તમારા દીકરાઓમાંથી અમુકને પ્રબોધક* બનાવ્યા,+
તમારા અમુક જુવાનોને નાઝીરી* બનાવ્યા.+
હે ઇઝરાયેલના લોકો, શું મેં એ બધું કર્યું ન હતું?’ એવું યહોવા કહે છે.
૧૨ ‘પણ તમે નાઝીરીઓને દ્રાક્ષદારૂ પિવડાવતા રહ્યા,+
તમે પ્રબોધકોને આજ્ઞા કરી, “તમારે ભવિષ્યવાણી કરવી નહિ.”+
૧૩ જેમ અનાજના પૂળાથી ભરેલું ગાડું જમીન કચડી નાખે છે,
તેમ હું તમને તમારી જ જગ્યાએ કચડી નાખીશ.
૧૪ તેજ દોડનાર ક્યાંય ભાગી શકશે નહિ,+
બળવાનનું બળ રહેશે નહિ,
એકેય યોદ્ધો પોતાનો જીવ બચાવી શકશે નહિ.
૧૫ ધનુષ્યધારી યુદ્ધમાં ટકી શકશે નહિ,
ઝડપથી દોડનાર છટકી શકશે નહિ,
ઘોડેસવાર પોતાનો જીવ બચાવી શકશે નહિ.
૧૬ અરે, સૌથી શૂરવીર યોદ્ધો પણ
એ દિવસે નગ્ન હાલતમાં નાસી છૂટશે,’+ એવું યહોવા કહે છે.”