ગીતશાસ્ત્ર
ચઢવાનું ગીત.
૧૨૬ ગુલામીમાં ગયેલા લોકોને યહોવા પાછા સિયોનમાં લાવ્યા ત્યારે,+
આપણે જાણે સપનું જોતા હોઈએ એવું લાગતું હતું.
૨ એ સમયે આપણું મુખ ખડખડાટ હસતું હતું
અને આપણી જીભ આનંદથી ગાયન કરતી હતી.+
એ સમયે બીજી પ્રજાઓએ કહ્યું:
“યહોવાએ તેઓ માટે કેવા ચમત્કારો કર્યા છે!”+
૩ યહોવાએ આપણા માટે એવા ચમત્કારો કર્યા છે કે+
આપણી ખુશીનો કોઈ પાર નથી.
૫ જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે,
તેઓ હસતાં હસતાં લણશે.