કોરીંથીઓને બીજો પત્ર
૭ તેથી વહાલાઓ, આપણને આ વચનો મળેલાં હોવાથી,+ ચાલો આપણે તન-મનની દરેક પ્રકારની ગંદકી દૂર કરીને શુદ્ધ થઈએ+ અને ઈશ્વરનો ડર* રાખીને પૂરી રીતે પવિત્ર બનતા જઈએ.
૨ તમારા દિલમાં અમારા માટે જગ્યા કરો.+ અમે કોઈનું કંઈ બગાડ્યું નથી, અમે કોઈનું મન ભ્રષ્ટ કર્યું નથી, અમે કોઈનો ફાયદો ઉઠાવ્યો નથી.+ ૩ હું તમારો દોષ કાઢવા એવું નથી કહેતો. મેં પહેલાં જણાવ્યું છે તેમ, અમે જીવીએ કે મરીએ પણ તમે અમારાં દિલમાં રહેશો. ૪ હું તમારી સાથે છૂટથી વાત કરી શકું છું. તમારા માટે મને બહુ અભિમાન છે. મને પુષ્કળ દિલાસો મળ્યો છે અને અમારી બધી મુસીબતોમાં હું આનંદથી ભરપૂર છું.+
૫ હકીકતમાં, અમે મકદોનિયા+ આવ્યા ત્યારે અમને જરાય રાહત મળી નહિ. ડગલે ને પગલે અમારે દુઃખોનો સામનો કરવો પડ્યો. બહાર સખત વિરોધ હતો અને અંદર ઘણો ડર હતો. ૬ પણ નિરાશ લોકોને દિલાસો આપનાર ઈશ્વરે+ અમને તિતસની મુલાકાત* દ્વારા દિલાસો આપ્યો. ૭ ફક્ત તેની મુલાકાતથી જ નહિ, તમારા કારણે તેને જે દિલાસો મળ્યો એનાથી પણ અમને દિલાસો મળ્યો. તેણે જણાવ્યું કે તમે મને જોવાની ઝંખના રાખો છો. તમે ઘણો શોક કર્યો છે અને મારા માટે તમને ઘણી ચિંતા* છે. એ જાણીને મને વધારે આનંદ થયો છે.
૮ મેં તમને મારા પત્રથી દુઃખી કર્યા હોય,+ તોપણ મને એનો અફસોસ નથી. શરૂઆતમાં, તમને દુઃખી કરીને હું દુઃખી થયો હતો. હું જાણું છું કે તમારું દુઃખ થોડા સમય માટે જ હતું. ૯ પણ હવે મને આનંદ થાય છે. એ માટે નહિ કે તમે દુઃખી થયા, પણ તમે દુઃખી થઈને પસ્તાવો કર્યો એ માટે. કેમ કે તમે ઈશ્વરને પસંદ પડે એ રીતે દુઃખી થયા અને અમારા લીધે તમને કોઈ નુકસાન થયું નથી. ૧૦ ઈશ્વરને પસંદ પડે એ રીતે દુઃખી થવાથી પસ્તાવો ઉત્પન્ન થાય છે અને એ તારણ તરફ લઈ જાય છે અને એનાથી કોઈ અફસોસ થતો નથી.+ પણ આ દુનિયાની જેમ દુઃખી થવાથી મરણ આવે છે. ૧૧ એ સાફ છે કે તમે ઈશ્વરને પસંદ પડે એ રીતે દુઃખી થયા. એ કારણે તમે ઈશ્વરની નજરે ખરું કરવા બનતો પ્રયત્ન કર્યો. તમે પોતાને નિર્દોષ સાબિત કર્યા, પોતાની ભૂલને લીધે દુઃખી થયા, ઈશ્વરનો ડર રાખ્યો, પસ્તાવો કરવા મહેનત કરી, પૂરા દિલથી ઈશ્વરની સેવા કરી અને પોતાની ભૂલ સુધારી.+ તમે દરેક રીતે પોતાને શુદ્ધ* સાબિત કર્યા. ૧૨ મેં લખેલો પત્ર ખોટું કરનાર માટે ન હતો+ અથવા એનો ભોગ બનનાર માટે પણ ન હતો. એ પત્ર મેં એટલા માટે લખ્યો હતો, જેથી ઈશ્વર આગળ સાબિત થાય કે તમે અમારી વાત માનવા કેટલા તૈયાર છો. ૧૩ એ વાતથી અમને દિલાસો મળ્યો છે.
એટલું જ નહિ, તિતસને ખુશ જોઈને અમને વધારે આનંદ થયો છે, કેમ કે તમે બધાએ તેને ઘણી તાજગી આપી છે. ૧૪ મેં તિતસ આગળ તમારા વિશે બડાઈ કરી હોય તો, મારે શરમાવું પડ્યું નથી. અમે તમને કહેલી બધી વાતો જેટલી સાચી છે, એટલી જ અમે તેની આગળ કરેલી બડાઈ પણ સાચી સાબિત થઈ છે. ૧૫ તમે બધાએ જે રીતે આજ્ઞા માની છે+ અને તેનો આદરથી આવકાર કર્યો છે, એ યાદ કરીને તમારા માટેનો તેનો પ્રેમ ઘણો વધી ગયો છે. ૧૬ મને પૂરો ભરોસો છે કે તમે જે ખરું છે એ જ કરશો અને એના લીધે મને ખુશી થાય છે.*