અયૂબ
૩૧ “મેં મારી આંખો સાથે કરાર* કર્યો છે.+
તો પછી હું કઈ રીતે કોઈ સ્ત્રીને* ખરાબ નજરે જોઈ શકું?*+
૨ જો મેં એમ કર્યું હોત, તો સ્વર્ગના ઈશ્વર પાસેથી શું મને હિસ્સો મળ્યો હોત?
ઊંચે બિરાજનાર સર્વશક્તિમાન પાસેથી શું મને વારસો મળ્યો હોત?
૩ શું ખોટું કરનાર પર આફત,
અને નુકસાન કરનાર પર વિપત્તિ આવી પડતી નથી?+
૪ શું તે મારા માર્ગો જોતા નથી?+
શું તે મારાં બધાં પગલાં ગણતા નથી?
૫ શું હું ક્યારેય જૂઠના માર્ગે* ચાલ્યો છું?
શું મારા પગ ક્યારેય કપટ કરવા ઉતાવળા થયા છે?+
૭ જો મારાં પગલાં ખરા માર્ગેથી ભટકી ગયાં હોય,+
અથવા મારું દિલ મારી આંખોથી લલચાયું હોય,+
અથવા મારા હાથોએ ભ્રષ્ટ કામ કર્યાં હોય,
૮ તો હું વાવું અને બીજું કોઈ એ ખાય,+
હું રોપું અને બીજું કોઈ એ ઉખેડી નાખે.*
૯ જો મારું દિલ કોઈ સ્ત્રીને જોઈને લલચાયું હોય+
અને હું પડોશીના બારણે લાગ જોઈને છુપાઈ રહ્યો હોઉં,+
૧૦ તો મારી પત્ની બીજા માણસનાં દળણાં દળે
૧૧ જો મેં એવું શરમજનક કામ કર્યું હોત,
તો એ માટે ન્યાયાધીશોએ મને સજા કરી હોત.+
૧૩ જો મારા દાસ કે દાસીને મારી વિરુદ્ધ ફરિયાદ હોય,
અને મેં તેઓનો દાવો* સાંભળવાનો નકાર કર્યો હોય,
૧૪ તો જ્યારે ઈશ્વર મારી વિરુદ્ધ ઊભા થશે, ત્યારે હું શું કરીશ?
તે મારી પાસે હિસાબ માંગશે ત્યારે, હું શો જવાબ આપીશ?+
૧૫ જેમણે મને ગર્ભમાં રચ્યો, શું તેમણે તેઓને પણ રચ્યા ન હતા?+
શું તેમણે જ અમને કૂખમાં ઘડ્યા ન હતા?+
૧૬ જો મેં ગરીબની ઇચ્છા પૂરી કરી ન હોય,+
અથવા વિધવાની આંખો નિરાશ કરી હોય;+
૧૭ જો મારા ભાગનો ખોરાક મેં એકલાએ જ ખાધો હોય,
અને એમાંથી અનાથોને કંઈ આપ્યું ન હોય;+
૧૮ (કેમ કે મારી જુવાનીથી હું એ અનાથોનો પિતા છું,
અને મારા બાળપણથી હું વિધવાઓનો સહારો છું.)
૧૯ જો મેં કોઈને કપડાં વગર ઠંડીથી મરતા જોયો હોય,
અથવા જોયું હોય કે ગરીબ પાસે ઓઢવા કંઈ નથી;+
૨૦ જો તેને ગરમાવો આપવા મેં મારા ઘેટાનું ઊન આપ્યું ન હોય,
અને તેણે મને આશીર્વાદ આપ્યો ન હોય;+
૨૧ જો શહેરને દરવાજે+ કોઈ અનાથને મારી જરૂર પડી હોય,
અને તેને મદદ કરવાને બદલે મેં તેના પર હાથ ઉગામ્યો હોય,*+
૨૨ તો મારો હાથ મારા ખભામાંથી છૂટો પડી જાય,
અને મારો હાથ કોણીએથી ભાંગી જાય.
૨૩ કેમ કે હું ઈશ્વર પાસેથી આવતી આફતથી ડરતો હતો,
અને તેમના ગૌરવ સામે ટકી શકતો ન હતો.
૨૪ જો મેં સોના પર ભરોસો રાખ્યો હોય,
અથવા ચોખ્ખા સોનાને કહ્યું હોય, ‘તું મને સલામત રાખે છે!’+
૨૫ જો મેં મારી પુષ્કળ સંપત્તિને લીધે અભિમાન કર્યું હોય,+
મારી ભેગી કરેલી માલ-મિલકતને લીધે ઘમંડ કર્યું હોય;+
૨૬ જો પ્રકાશતા સૂર્યને જોઈને,
અથવા ચંદ્રને સોળે કળાએ ખીલતો જોઈને,+
૨૭ મારું દિલ છૂપી રીતે લલચાયું હોય,
અને તેઓની ભક્તિ કરવા મેં મારા હાથને ચૂમ્યો હોય,*+
૨૮ તો મેં સ્વર્ગના ઈશ્વરનો નકાર કર્યો હોત,
અને એ ગુના માટે મને ન્યાયાધીશો પાસેથી સજા મળી હોત.
૨૯ શું મારા દુશ્મનની બરબાદી જોઈને હું કદી ખુશ થયો છું?+
શું તેના પર મુસીબત આવતી જોઈને મેં ખુશાલી મનાવી છે?
૩૪ સમાજ શું કહેશે એ બીકને લીધે,
અથવા કુટુંબીજનોના વિરોધને લીધે,
શું હું કદી ચૂપ રહ્યો છું? શું ઘરથી બહાર નીકળતા ડર્યો છું?
હું સમ ખાઈને* કહું છું કે હું સાચું બોલું છું.
કાશ! સર્વશક્તિમાન મને જવાબ આપે!+
જો મારા પર આરોપ મૂકનારે મારા દોષ લખીને આપ્યા હોત,
૩૬ તો હું ગર્વથી એ લખાણ મારા ખભા પર ઊંચકીને ફર્યો હોત,
એને મુગટની જેમ મારા માથે પહેર્યું હોત.
૩૭ મેં ઈશ્વરને મારાં પગલાંનો હિસાબ ગણી આપ્યો હોત;
એક રાજકુમારની જેમ હું હિંમતથી તેમની સામે ગયો હોત.
૩૮ જો મારી જમીન મારી વિરુદ્ધ ફરિયાદ કરે કે મેં એને ચોરી છે,
અને એના ચાસો* ભેગા મળીને રુદન કરે;
૩૯ જો મેં એનું ફળ મફત ખાધું હોય,+
અથવા એને ખૂંચવી લેવાને લીધે મૂળ માલિકોએ નિસાસા નાખવા પડ્યા હોય,+
૪૦ તો એમાં ઘઉંને બદલે કાંટા ઊગે,
અને જવને બદલે ગંધાતું ઘાસ ઊગે.”
અયૂબના શબ્દો અહીં પૂરા થાય છે.