અયૂબ
૨૭ અયૂબે પોતાની વાત* આગળ વધારતા કહ્યું:
૨ “જે જીવતા ઈશ્વરે મારાથી ન્યાય દૂર રાખ્યો છે,+
જે સર્વશક્તિમાને મારું જીવન કડવાશથી ભરી દીધું છે,+ તેમના સમ ખાઈને કહું છું
૩ જ્યાં સુધી મારો શ્વાસ ચાલે છે,
અને ઈશ્વરે આપેલો જીવનનો શ્વાસ* મારાં નસકોરાંમાં છે,+
૪ ત્યાં સુધી મારા હોઠો અસત્ય ઉચ્ચારશે નહિ;
અને મારી જીભ કપટથી બડબડાટ કરશે નહિ!
૫ હું તમને બધાને નેક ઠરાવવાનું વિચારી પણ નથી શકતો!
છેલ્લા શ્વાસ સુધી હું મારી પ્રમાણિકતાને* વળગી રહીશ!*+
૬ હું મારી સત્યતા પકડી રાખીશ અને એ માર્ગે ચાલતો રહીશ;+
હું જીવું છું ત્યાં સુધી મારું દિલ મને ડંખશે નહિ.*
૭ કાશ! મારા દુશ્મનના હાલ દુષ્ટના જેવા થાય
અને મારા પર હુમલો કરનારની હાલત અન્યાયીના જેવી થાય.
૯ તેના પર આફત આવશે ત્યારે,
શું ઈશ્વર તેનો પોકાર સાંભળશે?+
૧૦ શું તે સર્વશક્તિમાન ઈશ્વરને લીધે આનંદ કરશે?
શું તે સર્વ સમયે ઈશ્વરને વિનંતી કરશે?
૧૧ હું તમને બધાને ઈશ્વરના સામર્થ્ય વિશે* શીખવીશ;
સર્વશક્તિમાન વિશે હું કંઈ પણ છુપાવીશ નહિ.
૧૨ જો તમને બધાને દર્શન થયું હોય,
તો તમારી વાતો કેમ ખોખલી છે?
૧૩ ઈશ્વર પાસેથી દુષ્ટને આ હિસ્સો મળે છે,+
સર્વશક્તિમાન પાસેથી જુલમીને આ વારસો મળે છે,
૧૪ ભલે તેને ઘણા દીકરાઓ થાય, પણ તેઓ તલવારથી માર્યા જશે,+
અને તેના વંશજો ભૂખે ટળવળશે.
૧૫ તેના બાકી રહેલા વંશજોને રોગચાળો ભરખી જશે,
અને તેઓની વિધવાઓ તેઓ માટે વિલાપ કરશે નહિ.
૧૬ ભલે તે ધૂળની જેમ ચાંદી ભેગી કરે,
અને માટીની જેમ કીમતી કપડાંના ઢગલા કરે,
૧૭ ભલે તે એ બધું એકઠું કરે,
પણ એ કપડાં નેક માણસ પહેરશે,+
અને તેની ચાંદી નિર્દોષ લોકો વહેંચી લેશે.
૧૮ દુષ્ટનું ઘર ફૂદાના કોશેટોની જેમ નાજુક છે,
અને ચોકીદારે બાંધેલા છાપરા+ જેવું કમજોર છે.
૧૯ તે સૂઈ જાય છે ત્યારે અમીર હોય છે, પણ તેનું બધું જતું રહે છે,
તે આંખ ખોલે છે ત્યારે, તે કંગાળ હોય છે.
૨૦ પૂરની જેમ આતંક તેના પર ફરી વળશે;
રાતે તોફાન તેને ઉપાડી જશે.+
૨૧ પૂર્વનો પવન તેને ઉડાવીને લઈ જશે અને તે ક્યાંય નજરે પડશે નહિ;
હવા તેને પોતાના જ ઘરમાંથી બહાર ઉપાડી લઈ જશે.+
૨૨ એ તેના પર નિર્દયતાથી તૂટી પડશે.+
તે એના સકંજામાંથી છૂટવા મરણિયો પ્રયાસ કરશે.+