યશાયા
૨૫ હે યહોવા, તમે મારા ઈશ્વર છો.
હું તમારો મહિમા કરું છું, તમારા નામના ગુણગાન ગાઉં છું.
તમે વફાદાર+ અને વિશ્વાસુ છો.
૨ તમે શહેર તોડી પાડીને પથ્થરનો ઢગલો કરી નાખ્યો,
કિલ્લાવાળા નગરનો ભૂકો કરી નાખ્યો.
પરદેશીઓનો કિલ્લો હવે રહ્યો નથી.
એ શહેર ફરી કદી બંધાશે નહિ.
તમે વાવાઝોડામાં આશરો બન્યા છો
અને ધગધગતા તાપમાં છાયો.+
દીવાલ પર તૂટી પડતા તોફાનની જેમ જુલમીઓનો ગુસ્સો ભભૂકી ઊઠે ત્યારે તમે રક્ષણ આપો છો.
૫ સૂકી જમીન પર એ સખત તાપ જેવો બને ત્યારે,
તમે અજાણ્યાઓનો શોરબકોર શાંત પાડી દો છો.
વાદળની છાયા ગરમી સમાવી દે તેમ,
તમે જુલમીઓનાં ગીત બંધ કરી દો છો.
૬ સૈન્યોના ઈશ્વર યહોવા બધા લોકો માટે
આ પર્વત પર+ જાતજાતનાં પકવાનોની+
અને સૌથી સારા શરાબની મિજબાની રાખશે.
એમાં સૌથી સારું માંસ*
અને ગાળેલો, ઉત્તમ દ્રાક્ષદારૂ હશે.
૭ આ પર્વત પરથી ઈશ્વર એ ચાદર હટાવી દેશે, જે બધા લોકોને ઢાંકી રાખે છે.
બધી પ્રજાઓ પર નાખેલો પડદો* તે કાઢી નાખશે.
તે આખી પૃથ્વી પરથી પોતાના લોકોનું અપમાન દૂર કરશે,
કેમ કે યહોવા પોતે એવું બોલ્યા છે.
૯ એ દિવસે તેઓ કહેશે:
“જુઓ! આ આપણા ઈશ્વર છે!+
આ યહોવા છે!
આપણે તેમના પર આશા રાખી છે.
તે આપણને બચાવશે માટે ચાલો આનંદ કરીએ અને ખુશી મનાવીએ.”+
૧૦ આ પર્વત પર યહોવાનો હાથ રહેશે.+
ખાતરના ઢગલામાં ઘાસ ખૂંદાય તેમ,+
મોઆબને એની જગ્યાએ ખૂંદી નાખવામાં આવશે.
૧૧ જેમ તરવૈયો તરવા માટે પાણી પર હાથ મારે,
તેમ ઈશ્વર એને મારશે.
તે પોતાના હાથ કુશળ રીતે ચલાવીને
એનું ઘમંડ ઉતારશે.+
૧૨ તારું કોટવાળું શહેર અને રક્ષણ આપતી ઊંચી ઊંચી દીવાલો
તે તોડી નાખશે.
એ શહેરને તે જમીનદોસ્ત કરીને ધૂળભેગું કરી નાખશે.