દાઉદનું ગીત.
૨૬ હે યહોવા, મારો ન્યાય કરો, કેમ કે હું નિર્દોષ રીતે ચાલું છું.+
યહોવા પર મારો ભરોસો અડગ છે.+
૨ હે યહોવા, મને ચકાસો અને મારી કસોટી કરો.
મારા અંતરના વિચારો અને મારું દિલ શુદ્ધ કરો.+
૩ તમારો અતૂટ પ્રેમ હંમેશાં મારી નજર આગળ છે,
હું તમારા સતના પંથે ચાલું છું.+
૪ હું કપટી માણસોની દોસ્તી રાખતો નથી+
અને ઢોંગી માણસો સાથે હળતો-મળતો નથી.
૫ ખરાબ માણસોની સંગત હું ધિક્કારું છું+
અને દુષ્ટ માણસથી તો હું દૂર જ રહું છું.+
૬ હે યહોવા, હું નિર્દોષ છું એ સાબિત કરવા મારા હાથ ધોઈશ
અને તમારી વેદીની આસપાસ ફરીશ,
૭ જેથી હું મોટેથી તમારી આભાર-સ્તુતિ કરું+
અને તમારાં બધાં મહાન કામો જાહેર કરું.
૮ હે યહોવા, તમે રહો છો એ મંદિર મને ખૂબ પ્રિય છે,+
જેના પર તમારું ગૌરવ છવાયેલું રહે છે.+
૯ પાપીઓ સાથે મારો પણ નાશ ન કરતા,+
ખૂની માણસો સાથે મને પણ મિટાવી ન દેતા.
૧૦ તેઓના હાથ શરમજનક કામો કરતા રહે છે
અને તેઓનો જમણો હાથ લાંચથી ભરેલો છે.
૧૧ પણ મેં નક્કી કર્યું છે કે હું નિર્દોષ રીતે ચાલીશ,
મને છોડાવી લો અને કૃપા બતાવો.
૧૨ હું સલામત જગ્યાએ ઊભો છું,+
ભક્તોના ટોળામાં હું યહોવાનો જયજયકાર કરીશ.+